મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

હળવદ વિસ્તારના ચકચારી અપહરણ, બળાત્કાર અને પોક્સોના ગુનાના આરોપીના શરતી જામીન મંજૂર


SHARE







હળવદ વિસ્તારના ચકચારી અપહરણ, બળાત્કાર અને પોક્સોના ગુનાના આરોપીના શરતી જામીન મંજૂર

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના ચકચારી અપહરણ બળાત્કાર અને પોક્સોના ગુનાના આરોપીના જામીન માટે મોરબીની કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના જામીન મંજુર કરેલ છે.

મોરબી સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા હળવદ તાલુકાના અપહરણ બળાત્કાર તથા પોકસોના ગુનાના કામના આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કર્યો છે જે કેસની વિગત આપ્યા આરોપીના મોરબીના વકીલ દેવ કે. જોષીએ જણાવ્યુ હતું કે, હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે, ફરીયાદીની સગીર વયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી ભગાડી અપહરણ કરી દુષ્કર્મનો ગુનો કર્યો છે. આ ગુન્હાની ફરીયાદના આધારે હળવદ તાલુકા પોલીસે ભારતીય દંડ સંહિતાની તથા પોકસો એકટની કલમ મુજબ આરોપીની ધરપકડ કરેલ હતી.

જેમાં આરોપી વતી મોરબીના યુવા વકીલ દેવ કે. જોષી મારફત મોરબી કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી. જેમાં બન્ને પક્ષકારોની દલીલના અંતે નામદાર કોર્ટે બચાવ પક્ષના  વકીલની દલીલ અને હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના જજમેન્ટોને ધ્યાને લઈને આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબીના યુવા વકીલ દેવીપ્રસાદ (દેવ) કે. જોષી તથા વરિષ્ઠ વકીલ એફ.જે.ઓઝા રોકાયા હતા.






Latest News