મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાને બે લાખની સામે પાંચ લાખ ચૂકવી દીધા !, છતાં પેનલ્ટી સાથે અઢી લાખની ઉઘરાણી: વ્યાજખોરના ત્રાસથી મહિલાને ફિનાઇલ ગટગટાવ્યું


SHARE













વાંકાનેરમાં યુવાને બે લાખની સામે પાંચ લાખ ચૂકવી દીધા !, છતાં પેનલ્ટી સાથે અઢી લાખની ઉઘરાણી: વ્યાજખોરના ત્રાસથી મહિલાને ફિનાઇલ ગટગટાવ્યું

વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા યુવાને ધંધાની જરૂરિયાત માટે આઇસર લેવા એક વર્ષ પહેલાં બે લાખ રૂપિયા 10 ટકાના વ્યાજ લેખે લીધા હતા જેની સામે અત્યાર સુધીમાં અંદાજે સાડા ચારથી પાંચ લાખ રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં પણ વ્યાજખોર દ્વારા તેની પાસેથી 45,000 ની પેનલ્ટી તથા બે લાખ રૂપિયા મુદલ આમ કુલ મળીને અઢી લાખ રૂપિયા જેટલી રકમની વારંવાર માંગણી કરવામાં આવે છે અને પૈસાની ઉઘરાણી કરવા માટે વ્યાજખોર તેના ઘરે આવતો હતો જેથી કંટાળીને યુવાનની પત્નીએ ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદના રહેવાસી અને છેલ્લા ઘણા સમયથી વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા ફિરોજભાઈ સૈયદના પત્ની આશિયાનાબેન (30)એ ગઈકાલે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે હતા ત્યારે ફિનાઈલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ આશિયાનાબેનના પતિ ફિરોજભાઈએ ધંધા માટે આઇસરની ખરીદી કરવા વાંકાનેર તાલુકાના વાકિયા ગામે રહેતા મુકમુદ્દીન ઉર્ફે મૂકો નામના શખ્સની પાસેથી એક વર્ષ પહેલાં 10 ટકાના વ્યાજ લેખે બે લાખ રૂપિયા લીધા હતા જેની સામે સમયાંતરે કુલ મળીને અત્યાર સુધીમાં સાડા ચાર થી પાંચ લાખ રૂપિયા પરત ચૂકવી દીધા છે. તેમ છતાં પણ વ્યાજખોર દ્વારા તેના ઉપર પેનલ્ટી લગાવીને 45,000 જેટલી પેનલ્ટી તથા બે લાખની મુદ્દલ આમ કુલ મળીને અંદાજે અઢી લાખ રૂપિયા જેટલી રકમની માંગણી કરવામાં આવી રહી છે. અને વ્યાજખોર અવારનવાર આશિયાનાબેનના પતિ ફિરોજભાઈને ફોન કરતો હતો જેથી ફિરોજભાઈ ફોન ન ઉપાડે તો પૈસાની ઉઘરાણી કરવા માટે થઈને તે તેઓના ઘરે આવતા હતો જેથી કરીને વ્યાજખોરના ત્રાસથી કંટાળીને મહિલાએ ફિનાઇલ પી લીધું હતું. આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને ભોગ બનેલ મહિલાની ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.




Latest News