હળવદના રણમલપુર ગામની સીમમાંથી દારૂની 569 બોટલ સાથે ત્રણની ધરપકડ
SHARE







હળવદના રણમલપુર ગામની સીમમાંથી દારૂની 569 બોટલ સાથે ત્રણની ધરપકડ
હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમાં ખરાબની જગ્યામાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની અને મોટી કુલ મળીને 569 બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૫૯,૯૦૦ ના દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી.વ્યાસની સુચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં સાગરભાઇ ડાયાભાઇ કુરીયા તથા મયુરભાઇ સુરેશભાઈ ધ્રાંધશાને મળેલ બાતમી આધારે હળવદ તાલુકાના રણમલપુરથી કંકાવટી જવાના પાકા રસ્તે ખરાબાની જગ્યામાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરી દારૂની નાની અને મોટી કુલ મળીને 569 બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૫૯,૯૦૦ નો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને આરોપી ગુગાભાઇ પ્રભુભાઇ ઉડેચા જાતે કોળી (૪૬) અને કમલેશભાઇ છગનભાઇ રાઠોડ જાતે-અનુ. જાતી (30) રહે. બંને રણમલપુર તેમજ નરેશ ઉર્ફે નરેન્દ્રભાઇ મુળજીભાઇ ચમાર જાતે અનુ જાતી (૩૮) રહે. કંકાવટી તાલુકો ધ્રાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે. આ કામગીરી પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ મનીષકુમાર લલીતભાઇ બારૈયા, સાગરભાઇ ડાયાભાઇ કુરીયા, મયુરભાઇ સુરેશભાઇ ધ્રાંધશા, હિતેષભાઇ મહાદેવભાઇ સાપરા સહિતના સ્ટાફના માણસોએ કરી હતી
