મોરબીમાં ધંધામાં ગયેલ ખોટને સરભર કરવા કેમિકલ ચોરીનો શોર્ટકટ અપનાવ્યો !: ચારેય આરોપી જેલ હવાલે
માળીયા (મી)ના ભાવપર ગામે સ્મશાન-મંદિર પાસે જુગારની બે રેડ: જુગાર રમતા છ પકડ્યા
SHARE
માળીયા (મી)ના ભાવપર ગામે સ્મશાન-મંદિર પાસે જુગારની બે રેડ: જુગાર રમતા છ પકડ્યા
માળીયા મીયાણા તાલુકાના ભાવપર ગામે સ્મશાન પાસે અને મંદિર નજીક જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી. ત્યારે કુલ મળીને છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. જેથી પોલીસે તેઓની પાસેથી 9,280 ની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારના બે ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માળિયા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભાવપર ગામે દશામાના મંદિરની પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે અરજણભાઈ કરસનભાઈ રીણીયા (26), શૈલેષભાઈ મનહરભાઈ ફુલતરીયા (33) અને ફિરોજભાઈ અસમાલભાઈ સુમરા (29) રહે. બધા ભાવપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 4550 ની રોકડ કબજે કરી કરી હતી. આવી જ રીતે જુગારની બીજી રેડ ભાવપર ગામે સ્મશાન પાસે કરવામાં આવી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા અનિલભાઈ વેરશીભાઈ કારૂ (28) રહે. નવા સાદુળકા, જયદીપસિંહ ઉર્ફે ભૂરો રણજીતસિંહ જાડેજા (30) રહે. ભાવપર અને ખેંગારભાઈ મોહનભાઈ રીણીયા (20) રહે. ભાવપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 4730 ની રોકડ કબજે કરી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારના જુદાજુદા બે ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વરલી જુગાર
માળીયા તાલુકાના ખાખરેચી ગામે બસ સ્ટેશન પાસે વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મનોજભાઈ પ્રભુભાઈ કૈલા જાતે પટેલ (35) રહે. ખાખરેચી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી 470 ની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.