મોરબીના લાલપર ગામ પાસેથી દારૂ-બિયરની 10 બોટલ સાથે 2 પકડાયા મોરબીમાં દીકરાની સારવાર માટે વ્યાજે રૂપિયા લેનાર યુવાનને ધમકી આપનારા વ્યાજખોરની ધરપકડ મોરબીમાં લોહાણા વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં શ્રમિકો-ભાડુઆતોની માહિતી પોલીસને ન આપતા ત્રણ સ્પા-આઠ હોટલ સહિત 18  સામે ગુના નોંધાયા વાંકાનેરમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા આરોપી સામે ગુનો નોંધાયો મોરબીના ગોર ખીજડીયા પાસે કારખાનામાંથી 100 કિલો કોપર વાયરની ચોરી: પાંચની ધરપકડ હળવદના કોયબા ગામે તળાવમાં ડૂબી જવાથી આધેડનું મોત મોરબી ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં શિક્ષકની કારનો કાચ તોડીને એક લાખની ચોરી કરનાર રિક્ષા ચાલકની ધરપકડ: બે લાખનો મુદામાલ કબજે


SHARE













મોરબીમાં શિક્ષકની કારનો કાચ તોડીને એક લાખની ચોરી કરનાર રિક્ષા ચાલકની ધરપકડ: બે લાખનો મુદામાલ કબજે

મોરબીના સાવસર પ્લોટમાં આવેલ હોસ્પિટલે સાસરાને બતાવવા માટે આવેલ શિક્ષકે તેની ગાડીને પાર્ક કરીને મૂકી હતી. ત્યારે તેની કારમાં ખાલી સાઇડનો કાચ તોડીને તેમાં થેલામાં રાખેલ રોકડા એક લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી જેથી શિક્ષકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને હાલમાં આ ગુનામાં રિક્ષા ચાલકની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી રોકડા રૂપિયા અને રિક્ષા મળીને બે લાખનો મુદામાલ કબ્જે કરેલ છે.

 

મોરબીની અવની ચોકડી પાસે અવની રોડ ઉપર આવેલ શોભા કુંજ ખાતે રહેતા શિક્ષક શૈલેષભાઈ બચુભાઈ સાણજા જાતે પટેલ (46)એ અજાણ્યા શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કેમોરબી શહેરના સાવસર પ્લોટ શેરી નં- 11-12 વચ્ચે સાગર હોસ્પિટલ સામે તેણે પોતાની બલેનો કાર નંબર જીજે 36 એફ 2954 પાર્ક કરીને મૂકી હતી ત્યારે તે કારમાં ખાલી સાઇડના દરવાજાનો કાચ તોડીને કારમાં રહેલ થેલો કે જેમાં રોકડા એક લાખ રૂપિયા હતા તેની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી છેજેથી પોલીસે નેત્રમ પ્રોજેકટના કેમેરા તેમજ હ્યુમન ઇનટેલિજન્સના મધ્યમથી માહિતી મળી હતી કે, સીએનજી રિક્ષા નંબર જીજે 1 જીટી 0991 ના ચાલકે ચોરીને અંજામ આપેલ છે. જેથી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ આરોપી મોરબીના ધરમપુર રોડે યુનિક સ્કૂલ પાસે હતો ત્યારે પોલીસે ત્યાં જઈને આરોપી કેતનભાઇ દાતારામ ચૌહાણ જાતે દરબાર (31) રહે. હાલ મહેન્દ્રનગર આઇટીઆઇ પાસે મૂળ રહે અમદાવાદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરીના ગયેલ એક લાખ રૂપિયા અને રિક્ષા આમ કુલ મળીને બે લાખનો મુદામાલ કબજે કરેલ છે. આ કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પીપંડ્યા, એ ડિવિઝનના પીઆઇ હકૂમતસિંહ જાડેજા અને તેની ટિમ દ્વારા કરવામાં આવી હતી.




Latest News