મોરબીમાં શિક્ષકની કારનો કાચ તોડીને એક લાખની ચોરી કરનાર રિક્ષા ચાલકની ધરપકડ: બે લાખનો મુદામાલ કબજે
મોરબીના જલારામ મંદિરે મિશન શક્તિ યોજના અંતર્ગત વર્કશોપ યોજાયો
SHARE
મોરબીના જલારામ મંદિરે મિશન શક્તિ યોજના અંતર્ગત વર્કશોપ યોજાયો
સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ (સક્ષમ નારી સશક્ત ભારત)ના “ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન” મોરબી જે મહિલા અને બાળ વિભાગ કચેરી મોરબી દ્રારા કાર્યરત છે. તેના દ્વારા મોરબીના જલારામ મંદિર ખાતે મિશન શક્તિ યોજના અન્વયે 100 દિવસીય અવેરનેસ કમ એનરોલમેન્ટ ડ્રાઈવ અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જિલ્લા સમાજ સુરક્ષાથી પધારેલા રંજનબેન મકવાણાએ પોકસો એક્ટ તથા બાળકો સાથે થયેલ ગુનાઑ અને તેને લાગુ પડતાં કાયદાનું જ્ઞાન આપેલ હતું. અને જિલ્લા સમાજ કલ્યાણ (વિકસિત જાતી) ના મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી ડાયાભાઈએ કુંવરબાઈનું મામેરું તથા સ્કૉલર શીપ અને વિભાગને લગતી શાળાની માહિતી આપેલ હતી. મહિલા અને બાળ વિભાગના DHEWના કો. ઓડીનેર મયુરભાઈ સોલંકીએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું અને મંદિરના ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કરેલ હતો આ વર્કશોપમાં જિલ્લા ઉધોગ ખાતામાંથી પ્રિયાબેન તથા પ્રવીણભાઈ અને જિલ્લા રોજગાર કચેરીમાંથી ચતુરભાઈ, જિલ્લા કલ્યાણ (વિકસિત જતી) માંથી ડાભીભાઈ,બાળ સૂરક્ષા એકમમાંથી સોનાગ્રાભાઈ વગેરે ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમના અંતે ડી.સી. રામવત દ્રારા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ હતું