હળવદના રણછોડગઢ ગામના પાટીયા નજીકથી દારૂની 20 બોટલ સાથે એકની ધરપકડ મોરબી નજીક કારખાના પાસે ઝાડ સાથે દોરી બાંધીને યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે બહુમાળીમાં કામ સમયે માથે ઈંટ પડતાં ઇજા પામેલ યુવાનનું મોત


SHARE











મોરબીના મહેન્દ્રનગર પાસે બહુમાળીમાં કામ સમયે માથે ઈંટ પડતાં ઇજા પામેલ યુવાનનું મોત

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે શિવમ હાઈટ્સમાં કામ કરતા યુવાનના માથા ઉપર ઇંટ પડી હતી જેથી તેને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે. જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે મિલન પાર્કમાં રહેતા જયકુમાર રાધેલાલ યાદવ (39) નામનો યુવાન મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ શિવમ હાઈટસ ખાતે કામ કરી રહ્યો હતો ત્યારે ઉપરથી ઊંટ તેના માથા ઉપર પડતા જયકુમારને ગંભીર ઇજા થઈ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જો કે, સારવાર કારગત ન નિવડતા આ યુવાનનું મોત નીપજયું હતું. જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી






Latest News