મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વર્ષામેડી નજીક ટ્રક પાછળ ટ્રક અથડાવનાર વાહન ચાલકનું મોત


SHARE





માળીયા (મી)ના વર્ષામેડી નજીક ટ્રક પાછળ ટ્રક અથડાવનાર વાહન ચાલકનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર વર્ષામેડી નજીક રોડ સાઈડમાં ટ્રક ટ્રેલર ઉભા હતા ત્યારે રસ્તામાં બંધ પડેલા ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં અન્ય ટ્રકના ચાલકે પોતાનું વાહન અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને અકસ્માત સર્જનાર યુવાનને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવમાં હાલમાં માળિયાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતિ મુજબ મૂળ બિહારનો રહેવાસી અને હાલમાં મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ કીર્તિ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ધર્મમેઘ કોમ્પલેક્ષના બીજા માળે રહેતો મુન્નાકુમાર રાજેન્દ્રપ્રસાદ ખરવાર (23)એ અકસ્માતના બનાવમાં મૃત્યુ પામેલ ભુપતભાઈ નરશીભાઈ ધોળકિયા રહે. દેવગઢ તાલુકો માળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબીના નવલખી રોડ ઉપર વર્ષામેડી ફાટક પહેલા આરોપી પોતાના હવાલા વાળો ટ્રક ટ્રેલર નંબર જીજે 36 ટી 9995 લઈને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં રોડની સાઈડમાં ટ્રકની લાઈન હતી અને ત્યારે ટ્રક ટ્રેલર નંબર જીજે 5 બીવી 2219 ના ઠાઠામાં આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક અથડાવ્યો હતો જેથી કરીને તે ટ્રક આગળના બીજા ટ્રકના ઠાઠામાં અથડાતા ત્રણ વાહનો વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ભુપતભાઈ નરશીભાઈ ધોળકિયા (47)ને શરીરે ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના બનાવમાં હાલમાં માળિયા તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News