મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને PC-PNDT એડવાઝરી કમિટી-તમાકુ નિષેધ સમીક્ષા બેઠક યોજાઈ


SHARE

















મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને PC-PNDT એડવાઝરી કમિટી-તમાકુ નિષેધ સમીક્ષા બેઠક યોજાઈ

મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને PC-PNDT ADVISORY COMMMITTEE તેમજ તમાકુ નિષેધ અંગેની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી. જેમાં આરોગ્યના વિવિધ વિભાગોએ કરેલ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ગર્ભ પરીક્ષણના નિયમોના પાલન, સરકારી હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવા, સમગ્ર વર્ષ દરમિયાન કરેલ કામગીરીની માહિતી એકત્ર કરવા, આરોગ્યની વધુ સારી સગવડતા પૂરી પાડવા ગામડાઓમાં થઈ રહેલ આરોગ્યની કામગીરીનો સર્વે કરવા, સેક્સ રેશિયોનો દર જાળવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કવિતાબેન દવેએ આરોગ્ય ક્ષેત્રની તાલુકાવાર હોસ્પિટલ, ઉપલબ્ધ મેડિકલ સાધનો, સ્ટાફ તેમજ સેક્સ રેશિયોના દર વિશેની માહિતી રજૂ કરી હતી.

આ બેઠકમાં કલેક્ટર કે. બી ઝવેરીએ જિલ્લામાં ગર્ભ નિરીક્ષણ અંગે કડક પગલાં લેવા સૂચનાઓ આપી હતી. ગર્ભ નિરીક્ષણ કરતાં હોય તેવી હોસ્પિટલોને સીલ કરી કડક કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી. આરોગ્ય ક્ષેત્રે લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તેવી સુચારું  વ્યવસ્થા ગોઠવવા અધિકારીઓને જણાવ્યું હતું. ઉપરાંત સરકારી હોસ્પિટલોમાં સ્વચ્છતા જાળવવા, તેમજ અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી. શાળાઓની આસપાસ  તમાકુનું વેચાણ ન થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. ઉપરાંત શાળાઓમાં તમાકુ મુક્તિના કાર્યક્રમો ગોઠવવા સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિએ આરોગ્ય કર્મચારીઓને તાકીદ કરતાં જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રે જે કર્મચારીઓ કે અધિકારીઓ લાપરવાહી કે બેદરકારી દાખવશે તેની સામે કડક પગલાં લેવામાં આવશે. તે વાત પર ભાર મુકીને સેક્સ રેશિયાનો દર જાળવવા અંગે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. ઉપરાંત તમાકુ નિયંત્રણ માટે અધિકારીઓને યોગ્ય પગલાં ભરવા જણાવ્યું હતું. આ બેઠકમાં મોરબી મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, હળવદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કવિતાબેન દવે, સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. સરડવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નમ્રતાબેન મહેતા સહિત   સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News