મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને PC-PNDT એડવાઝરી કમિટી-તમાકુ નિષેધ સમીક્ષા બેઠક યોજાઈ
મોરબી જીલ્લામાં ગાયના સંવર્ધન-પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે એક વર્ષમાં 3 કરોડની સહાય ચુકવાઈ
SHARE









મોરબી જીલ્લામાં ગાયના સંવર્ધન-પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે એક વર્ષમાં 3 કરોડની સહાય ચુકવાઈ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણા અને સરકારશ્રીની પહેલ થકી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી આત્મનિર્ભર અને સ્વાવલંબી બની આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા પ્રતિબદ્ધ બન્યા છે. ત્યારે પ્રાકૃતિક કૃષિની સાથે ગાયના સંવર્ધન માટે સરકાર દ્વારા ગાય નિભાવ ખર્ચની યોજના પણ અમલી કરવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લામાં ગાય આધારિત ખેતી કરતા અનેક ખેડૂતો જિલ્લાને આત્મનિર્ભર બનાવાની દિશામાં આગળ વધી રહ્યા છે. સાથે સાથે સરકારની ગાય નિભાવ ખર્ચની યોજનાનો લાભ પણ મેળવી રહ્યા છે.
મોરબી જિલ્લામાં ગત વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન મોરબી જિલ્લામાં પ્રથમ ૬ માસિક તબક્કામાં ૨૮૦૫ લાભાર્થીઓને અંદાજીત રૂ. ૧,૫૧,૪૭,૦૦૦ જ્યારે બીજા તબક્કામાં ૨૭૫૭ લાભાર્થીઓને અંદાજીત રૂ. ૧,૪૮,૮૭,૮૦૦ મળી કુલ રૂ. ૩,૦૦,૩૪,૮૦૦ ની ગાય નિભાવ ખર્ચ માટેની સહાય ચુકવવામાં આવી છે. મોરબી જિલ્લામાં વાત કરીએ તો, વાંકાનેર તાલુકાના ૫૦૧ લાભાર્થીઓ, મોરબી તાલુકાના ૨૭૧ લાભાર્થીઓ, માળિયા તાલુકાના ૨૧૯ લાભાર્થીઓ, ટંકારા તાલુકાના ૯૬૨ લાભાર્થીઓ તેમજ હળવદ તાલુકાના ૮૫૨ લાભાર્થીઓ મળી કુલ ૨૮૦૫ લાભાર્થીઓએ ગાય નિભાવ ખર્ચની યોજનામાં પ્રથમ તબક્કામાં લાભ મેળવ્યો છે, જ્યારે બીજા તબક્કામાં ૨૭૫૭ લાભાર્થીઓએ આ યોજનાનો લાભ મેળવ્યો છે. આ વર્ષે પ્રથમ ૬ માસિક તબક્કાની સહાય માટે મોરબી આત્માની કચેરી દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.
પ્રાકૃતિક ખેતી એ આત્મનિર્ભર ભારત બનાવવાનું પ્રથમ પગલું છે અને તેમા પણ દેશી ગાયનો મહત્વનો ફાળો રહ્યો છે. ગાય આધારિત ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ બિલકુલ થતો નથી, તેથી તે ખૂબ જ ઓછા ખર્ચે થતી ખેતી છે. રાજ્યના ખેડૂતો સહિત મોરબી જિલ્લાના ખેડુતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવે અને જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર વધારે તે માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. પ્રાકૃતિક ખેતી એટલે ગાયના ગોબર અને ગૌમૂત્ર દ્વારા ઓછા ખર્ચે પાક વૃદ્ધિ અને ઉત્પાદન વધારવા માટે કરવામાં આવતી ખેતી. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ માં નવી યોજનાઓ બહાર પાડવામાં આવી હતી. આ યોજનાઓ પૈકી દેશી ગાય માટે સહાય આપવાની યોજના પણ મહત્વની છે.
