મોરબી જીલ્લામાં ગાયના સંવર્ધન-પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે એક વર્ષમાં 3 કરોડની સહાય ચુકવાઈ
માળીયા (મી)ના વેણાસર ગામે કાર ચડાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં આરોપીને આજીવન કેદ
SHARE









માળીયા (મી)ના વેણાસર ગામે કાર ચડાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં આરોપીને આજીવન કેદ
માળીયા મિયાણા તાલુકાના વેણાસર ગામે ઘોડાધ્રોઇ નદીના કાંઠે માછીમારી કરીને જમવા માટેનો પ્રોગ્રામ રાખવામા આવ્યો હતો ત્યારે મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો જેમાં યુવાન ઉપર કાર ચડાવીને તેની હત્યા કરવામાં આવી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં એક આરોપીને આજીવન કેદની સજા આપવામાં આવી છે અને એક આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટે હુકમ કર્યો છે.
હાલમાં મોરબીના સરકારી વકીલ પાસેથી આ કેસની મળી રહેલ માહિતી મુજબ વર્ષ 2021માં માળીયા (મી)ના વેણાસર ગામે રહેતા અશોકભાઈ જીલુભાઈ કુંવરીયા, રણજીતભાઇ મહીપતભાઈ કુંવારીયા, પ્રકાશ કાનાભાઇ લોલડીયા અને સુનિલ લાભુભાઈ કોરડીયા વેણાસર ગામની સીમમાં નદીના કાંઠે માછીમારી કરી રહ્યા હતા અને ત્યાં જમવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, સુનિલ લાભુભાઈ કોરડીયાએ તેમના ભાઈ સંદીપને પણ બનાવ સ્થળે બોલાવ્યો હતો. અને સંદીપે વધારે જમવાનું માંગતા ફરિયાદી અશોકભાઈ અને રણજીતે અમે મહેનત કરી છે. તારા ભાગમાં આવે તેટલું જમ તેમ કહ્યું હતું જેથી કરીને સુનિલ લાભુભાઈ કોરડીયા ગાળો બોલવા લાગ્યો હતો. અને ત્યાર બાદમાં રણજીતે ગાળો બોલવાની ના પડી હતી ત્યારે સુનિલે પોતાની ગાડી ચાલુ કરી રણજીત કુંવારીયા ઉપર ચડાવી દીધી હતી અને ગાડી બંધ પડી જતાં ગાડી નીચે જ રણજીતનું મોત નીપજયું હતું.
આ કેસમાં માળીયા મિયાણા તાલુકા પોલીસે અશોકભાઈ જીલુભાઈ કુંવરીયાની ફરિયાદને આધારે આરોપી સુનિલ લાભુભાઈ કોરડીયા અને સંદીપ લાભુભાઈ કોરડીયા સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને આરોપીને પકડ્યા હતા જે કેસ મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ કમલ રસિકલાલ પંડયાની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદનીસ સરકારી વકીલ સંજયભાઇ દવેની દલીલ અને 9 મૌખિક અને 42 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈને કોર્ટે આરોપી સુનિલ લાભુભાઈ કોરડીયાને આજીવન કેદની સજા તેમજ 10 હજારનો દંડ ફટકાર્યો છે અને અને આરોપી સંદીપ લાભુભાઈ કોરડીયાને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે.
