મોરબીમાં પિતાએ કામ કરવા માટે ઠપકો આપતા યુવાને અનંતની વાટ પકડી !
માળીયા (મી)ના વીરવિદરકા ગામે તળાવના કાંઠે જુગાર રમતા સાત શખ્સો 10,070 ની રોકડ સાથે પકડાયા
SHARE
માળીયા (મી)ના વીરવિદરકા ગામે તળાવના કાંઠે જુગાર રમતા સાત શખ્સો 10,070 ની રોકડ સાથે પકડાયા
માળીયા મીયાણા તાલુકાના વીરવિદરકા ગામે તળાવના કાંઠે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા. જેથી કરીને પોલીસે તેની પાસેથી 10,070 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયા તાલુકાના વીરવિદરકા ગામે તળાવના કાંઠે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા અલ્તાફભાઈ હસનભાઈ સંધવાણી (25), રફિકભાઈ ગફારભાઈ સંધવાણી (34), તાજમહમદભાઇ અયુબભાઇ જામ (48) રહે. ત્રણેય વીરવિદરકા, અકબરભાઈ હબીબભાઇ સામતાણી (39) રહે. ખીરાઈ, કાદરભાઈ આસમભાઈ સખાયા (50), અનવરભાઈ કરીમભાઈ મોવર (25) અને રફિકભાઈ ગફુરભાઈ જામ (30) રહે. ત્રણેય માળિયા વાળા મળી આવ્યા હતા. જેથી પોલીસે તેની પાસેથી 10,070 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકો પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જુગાર રમતા પકડાયા
મોરબીમાં લાતી પ્લોટ શેરી નં-4 માં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા કિરીટભાઈ બાબુભાઈ અગેચાણીયા (22) રહે. વીસીપરા મોરબી અને ઇમરાનભાઈ ગફારભાઈ પરમાર (41) રહે. લાતી પ્લોટ શેરી નં-8 મોરબી વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 1,600 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગળાફાંસો ખાવાનો પ્રયાસ
કચ્છ જિલ્લાના ભચાઉ ખાતે જીગીરવાઢીયા વિસ્તારમાં રહેતા રણજીતભાઈ કોળી (20) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે હતો ત્યારે સવારે 7:00 વાગ્યે ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે, બનાવ ભચાઉ તાલુકા વિસ્તારમાં બનેલ હોવાથી ત્યાં સ્થાનિક પોલીસને આ બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે