માળીયા (મી)ના વીરવિદરકા ગામે તળાવના કાંઠે જુગાર રમતા સાત શખ્સો 10,070 ની રોકડ સાથે પકડાયા
હળવદમાં સરા રોડે પંચામૃત બંગલા નજીકથી બાઈકની ચોરી
SHARE
હળવદમાં સરા રોડે પંચામૃત બંગલા નજીકથી બાઈકની ચોરી
હળવદમાં આવેલ સરા રોડ ઉપર પંચામૃત બંગલાની સાઈડમાં બાઈકને પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે. જેથી 70 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી માહિતી મુજબ વઢવાણમાં આવેલ શિયાણીની પોળ ખાતે રહેતા અને કડિયાકામ કરતા અશ્વિનભાઈ નાથાભાઈ મકવાણા જાતે દલવાડી (32)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેણે જણાવ્યું છે કે, હળવદના સરા રોડ ઉપર આવેલ પંચામૃત બંગલાની સાઈડમાં પોતે પોતાનું બાઈક નંબર જીજે 13 બીએફ 0802 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે. જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે 70 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મહિલા સારવારમાં
વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા સોલંકી શોભાબેન નાગજીભાઈ (72) નામના વૃદ્ધા ઘરેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને બહાર જઈ રહ્યા હતા ત્યારે ગામમાં આવેલ દવાખાના પાસે બાઈક સ્લીપ થવાના કારણે વૃદ્ધા રસ્તા ઉપર નીચે પટકાયા હતા જેથી કરીને તેને ઈજા થતાં ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી ત્યાર બાદ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવે છે