મોરબીમાં પિતાએ કામ કરવા માટે ઠપકો આપતા યુવાને અનંતની વાટ પકડી !
SHARE
મોરબીમાં પિતાએ કામ કરવા માટે ઠપકો આપતા યુવાને અનંતની વાટ પકડી !
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાઇન્સનગર ગ્રીન પેલેસ એપાર્ટમેન્ટ વાળી શેરીમાં રહેતા યુવાનને તેના પિતાએ કામકાજ બાબતે ઠપકો આપ્યો હતો. જેથી કરીને તેને લાગી આવતા યુવાને ઝેરી દવા પી લીધી હતી જેથી યુવાનને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં પરત પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર ગ્રીન પેલેસ એપાર્ટમેન્ટ વાળી શેરીમાં રહેતા હર્ષદ વિનોદભાઈ મકવાણા જાતે અનુ. જાતિ (25) નામના યુવાને ગઈકાલે સાંજના સાડા છ વાગ્યા પહેલા કોઈપણ સમયે પોતે પોતાના ઘરે હતો ત્યારે ત્યાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રફુલભાઈ પરમાર ચલાવી રહ્યા હોય તેઓની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક યુવાન કોઈ કામકાજ કરતો ન હતો જેથી તેના પિતાએ તેને કામકાજ કરવા બાબતે ઠપકો આપ્યો હતો જે બાબતે તેને લાગી આવતા તેને પોતાના ઘરની અંદર ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું મોત નીપજયું છે.
તીક્ષ્ણ હથિયારથી ઇજા કરી
મોરબીમાં આવેલ મધુવન સોસાયટી ખાતે રહેતા કરુણાબેન નરેન્દ્રભાઈ પરમાર (65) નામના વૃદ્ધાએ પોતે પોતાની જાતે હાથ ઉપર તીક્ષ્ણ હથિયારથી કાપા મારી લીધા હતા જેથી કરીને તેને ઈજા થતા સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને કરતા બનાવની પ્રાથમિક તપાસ જગદીશભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી તેઓની સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતું કે, વૃદ્ધાને માનસિક બીમારીની દવા ચાલી રહી છે અને તેને કોઈ કારણોસર પોતે પોતાના જાતે હાથ ઉપર તીક્ષ્ણ હથિયારથી ઇજા કરી લેતા સારવારમાં લાવ્યા હતા