મોરબીના વૃદ્ધની કેદારિયા ગામે આવેલ જમીન ઉપર દબાણ કરનાર સામે નોંધાયો લેન્ડ ગ્રેબિંગનો ગુનો
વાંકાનેરના જામસર ગામે જમીન વહેંચણીનું મનદુઃખ રાખી ભાઈએ ભાઈ ઉપર કર્યો છરી વડે હુમલો
SHARE
વાંકાનેરના જામસર ગામે જમીન વહેંચણીનું મનદુઃખ રાખી ભાઈએ ભાઈ ઉપર કર્યો છરી વડે હુમલો
વાંકાનેર તાલુકાનાં જામસર ગામથી વીરપર રોડ ઉપર આવેલ વાડીએ યુવાન સૂતો હતો ત્યારે જમીનની વહેંચણીનું મનદુઃખ રાખીને તેના જ ભાઈએ તેની ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને તેને માથા, ગાળા, પાંસળી અને આગળીમાં ઇજાઓ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવમાં પોલીસે ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકના જામસર ગામે રહેતા લાલજીભાઇ જીવાભાઇ ઇંદરીયા જાતે કોળી (ઉ.૩૫)એ હાલમાં તાલુકા પોલીસ સ્ટેશને તેના ભાઈ વાઘજીભાઇ જીવાભાઇ ઇંદરીયા જાતે કોળી રહે. જામસર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, જામસર ગામથી વીરપર રોડ ઉપર એક્ષેલ પેપર મીલ સામે તેઓની વાડી આવેલ છે ત્યાં તેઓ સૂતા હતા ત્યારે તેના ભાઈએ જમીન વહેંચણીનું મનદુઃખ રાખી તેઓની ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને છરી વડે માથામાં પાછળના ભાગે, ગળાના ભાગે, પાંસડી અને ત્રણ આંગળીમાં ગંભીર ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને પોલીસે હાલમાં યુવાનની ફરિયાદ લઈને તેના જ ભાઈની સામે આઇપીસી કલમ ૩૨૪, ૫૦૬(૨) જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે