ટંકારાના મિતાણા નેકનામ રોડે બોલેરોના ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત: ગુનો નોંધાયો
મોરબીમાં ઉમિયા સર્કલ પાસે ડબલ સવારી બાઈક સાથે કાર અથડાતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં: ગુનો નોંધાયો
SHARE









મોરબીમાં ઉમિયા સર્કલ પાસે ડબલ સવારી બાઈક સાથે કાર અથડાતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં: ગુનો નોંધાયો
મોરબીના કેનાલ રોડ ઉપર ઉમિયા સર્કલ નજીક આવેલ કૈલાશ પાન પાસેથી યુવાન પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સ્વીફ્ટ ગાડીના ચાલકે તેને સામેથી ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માત થયો હતો તેમાં યુવાનને આંખની ઉપરના ભાગમાં ચાર ટાંકા આવ્યા હતા તથા શરીરે નાના મોટી ઈચ્છાઓ થઈ હતી તેમજ બાઇકમાં પાછળ બેઠેલા તેના મિત્રને પણ ઈજા થઇ હોવાથી બંને યુવાનોને સારવારમાં લઇને આવ્યા હતા અને હાલમાં ઈજા પામેલા બાઈક ચાલકે કારચાલકની સામે મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.
બનાવી જાણવા મળતી માહિતી મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ રામકો બંગલોની બાજુમાં શ્યામ ગ્લાસવેરની સામે ફીડલની વાડીમાં રહેતા સુનિલભાઈ હીરાભાઈ કંજારીયા જાતે સતવારા (૨૦) એ હાલમાં સેવીફટ ગાડી નંબર જીજે ૩ ઇઆર ૮૨૮૬ ના ચાલક સામે મોરબી એ ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવેલ છે કે મોરબીના કેનાલ રોડ ઉપર ઉમિયા સર્કલ નજીક આવેલ કૈલાશ પાન પાસેથી તે પોતાનું એફઝેડ બાઈક નંબર જીજે ૩૬ એબી ૯૮૦૯ લઈને જતો હતો ત્યારે તેના બાઈકમાં તેની સાથે તેનો મિત્ર નવીનભાઈ નકુમ પણ બેઠેલ હતો દરમિયાન કાર ચાલકે સામેથી તેઓના બાઇકને ટક્કર મારતા અકસ્માત થયો હતો જેમાં ફરિયાદીને જમણી આંખની ઉપરના ભાગમાં ગંભીર ઈજા થતાં ચાર ટાંકા આવ્યા હતા અને શરીરને પણ નાના મોટી ઈજા થયેલ છે અને તેના મિત્ર નવનીતભાઈને જમણા પગના ઘૂંટણથી નીચેના ભાગમાં બે જગ્યાએ ફેક્ચર જેવી ઇજા થયેલ છે હાલમાં અકસ્માતના બનાવમાં ઇજા પામેલા યુવાને નોંધ આવેલ ફરિયાદ આધારે પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
અકસ્માતમાં આવી જા
મોરબીના બેલા ગામે રહેતા જશુબેન પરબતભાઈ ભુંભારીયા (૩૩) નામની મહિલા પીપળી બેલા રોડ ઉપર બાઈકમાં બેસીને જતી હતી ત્યારે બાઈક સ્લીપ થવાની ઘટના બની હતી જેમાં મહિલાને ઇજાઓ થવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી
ઝેરી દવા પી જતા સારવારમાં
મોરબી તાલુકાના જીવાપર આમરણ ગામે રહેતા શાંતિલાલ મોહનલાલ કંજારિયા (૫૬) નામના આધેડ કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને આ બનાવની નોંધ કરી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જીલુભાઈ દ્વારા કરવામાં આવી હતી
બાળકી સારવારમાં
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ગ્રેફોન સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા રોશન મૂલીયા ની અઢી વર્ષની દીકરી કૃતિ રમતા રમતા સીડી ઉપરથી નીચે પટકાતા તેને ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલ બાળકીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી છે
