વાંકાનેરમાં ગાયત્રી મંદિર ખાતે કોળી કેરિયર એકેડેમી દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
SHARE
વાંકાનેરમાં ગાયત્રી મંદિર ખાતે કોળી કેરિયર એકેડેમી દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
વાંકાનેરમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે સંસ્કાર ભવનમાં કોળી કેરિયર એકેડેમી દ્વારા સંતો અને આગેવાનોની હાજરીમાં વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા હાજર રહેવાના હતા જો કે, અનિવાર્ય સંજોગોના કારણે તે આવી શક્યા ન હતા. પરંતુ સફળ થયેલ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.
વાંકાનેરમાં કોળી કેરિયર એકેડેમી દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં સાળંગપુર ધામના આર્યન ભગત તથા કાળાસર ઠાકરધણીની જગ્યાનાં મહંત વાલજી ભગત તથા પરિવર્તન કોળી કેરિયર એકેડેમી સુરેન્દ્રનગરનાં ડૉ. મુકેશભાઇ મકવાણા, વાંકાનેરના રેન્જ ફોરેસ્ટનાં આરએફઓ જે.જી. મેણીયા તથા વાંકાનેરનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા કોળી સમાજના સામાજીક અને રાજકિય આગેવાનો, વાલીઓ તથા સરકારી કર્મચારીઓ સહિતના હાજર રહ્યા હતા અને તેમના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે સિલ્ડ, પ્રમાણપત્રસતેમજ શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.
ખાસ કરીને વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે જાગૃતતા લાવવા માટે મહંત વાલજી ભગતે પ્રાસંગીક પ્રવચન કર્યુ હતુ. તેમજ સાળંગપુર ધામના આર્યન ભગતે સમાજમાં એકતા આવે, સમાજ વ્યસન મુક્ત થાય, શિક્ષણ સાથે જીવન ઘડતર તેમજ જીવનમા ધર્મનું મહત્વ સમજાવતું પ્રેરક પ્રવચન આપ્યુ હતુ. આ ઉપરાંત સમાજના આગેવાનોએ સમાજના યુવાનો માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાવા માટે આહવાન કરવામાં આવ્યુ હતુ. અને ખાસ કરીને સમાજના દરેક શૈક્ષણિક કાર્યોમાં પૂરતો સહયોગ આપવા હાકલ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોળી કેરિયર એકેડેમી વાંકાનેરની ટીમે જહેમત ઉઠાવી હતી