મોરબીમાં સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા ફોર્મ વિતરણ શરૂ
મોરબીની મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ ઉજવાયો
SHARE
મોરબીની મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ ઉજવાયો
મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા સંચાલિત માળીયા તાલુકા કક્ષાના યુવા ઉત્સવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્પર્ધામાં મોડેલ સ્કૂલ મોટીબરારના 21 સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધાઓમાં બાજી મારી હતી. જેમાં વક્તૃત્વ સ્પર્ધા, નિબંધલેખન, ચિત્રકામ, લોકગીત, ભજન, તબલા અને લોકવાર્તા જેવી સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. અને જુદીજુદી સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓમાં કાનગડ તેજસ્વી, મકવાણા સંધ્યા, બોરીચા દર્શના, સારદીયા અસ્મિતા, ઝાલા સુનિતા, પરમાર લીના, સાલાણી સુનિલ, વિરડા નિમેષ, પરમાર રેહાન, ચાવડા ટીયા, મુછડીયા કવિતા, પરમાર નિશા, વેકરીયા સંગીતા, ડાંગર દિપ, કુવરીયા હિરલનો સમાવેશ થાય છે. આ સફળતા બદલ શાળાના આચાર્ય બી.એન. વીડજા અને શાળા પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન આપેલ હતા અને જિલ્લા કક્ષાએ ઉજ્જ્વળ સફળતા માટેની શુભેચ્છાઓ આપી હતી.