મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા હાલરડા સ્પર્ધા યોજાઈ મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૭ દર્દીઓએ લાભ લીધો મોરબીની સગીરાનો ઇન્સ્ટગ્રામથી સંપર્ક કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર ટંકારાના લજાઈ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત: માળીયા (મી)ની ભીમસર ચોકડી હાર્ટ એટેકથી યુવાનનું મોત માળીયા (મી)ના વવાણિયા ગામે પ્રેમસબંધનો ખાર રાખીને યુવાન ઉપર યુવતીના પિતરાઇ ભાઈ સહિત 3 શખ્સોનો છરી વડે કર્યો હુમલો લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના કાયમી પ્રોજેક્ટ સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ વિતરણ કરાયું મોરબીમાં 187 ગેરકાયદે બંધકામોને તોડી પાડીને સાંજ સુધીમાં 80 કરોડની સરકારી જમીન દબાણ મુકત કરશે: ડેપ્યુટી કમિશનર મોરબીના મકનસર ગામે પાર્ક કરેલ કારમાંથી રોકડા 6.5 લાખ અને અન્ય ડૉક્યુમેન્ટ ભરેલ બેગની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની પટેલ કન્યા છાત્રાલયની અંદર જમા થયેલું વરસાદી પાણીનો રોડ ઉપર જાહેરમાં નિકાલ


SHARE











મોરબીની પટેલ કન્યા છાત્રાલયની અંદર જમા થયેલું વરસાદી પાણીનો રોડ ઉપર જાહેરમાં નિકાલ

હાલ ચાંદીપુરા વાયરસનો કહેર છે ત્યારે મોરબીની પટેલ કન્યા છાત્રાલયની અંદર જમા થયેલું વરસાદી પાણીનો રોડ ઉપર જાહેરમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે.! મોરબીના નાક સમા વિસ્તાર છાત્રાલય મેઈન રોડ, નવા બસ સ્ટેન્ડ પાછળ મેઈન રોડ ઉપર ઘણા વખત થયા ગંદા અને ભૂગર્ભના અતિશય દુર્ગંધયુક્ત પાણી મેઈન રોડ પર છોડતા ગંદકી થઇ રહી છે.અત્યારે ચાલતા ચાંદીપુરા, ટાઇફોઇડ, મેલેરિયા જેવા રોગ ફેલાવાની શક્યતા ઘણી વધારે છે.ત્યારે ત્યાંના દુકાનદારો અને રહેણાંકના લોકોમાં રોષ ફેલાયો છે.

અહીં તંત્રના વાંકે કે કોઈ બીજાના વાંકે છાત્રાલય મેઈન રોડ ઉપર આવેલ આર.ઓ.પટેલ ગર્લ્સ કોલેજના ગ્રાઉન્ડમાંથી બહાર મેઈન રોડ પર અતિશય દુર્ગંધ વાળું ગટર જેવું પાણી દરોજ છેલ્લા ૧૫ દિવસ થયા રોજ રાત પડે કે જેવા વરસાદ ના છાંટા ચાલુ થાય તરત જ પાણીના મોટા પાઇપ વડે મેઈન રોડ પર છોડવામાં આવે છે..! અને તે પાણી મેઇન છાત્રાલય રોડ ઉપર થઇને છેકે ઓમ શાંતિ સ્કૂલના ચોક પાસે થઈને મેઈન શનાળા રોડ સરદાર બાગ સુધી પહોંચે છે.જેથી છાત્રાલય મેઇન રોડ પર આવેલ્ સોસાયટીના રહીશો, દુકાનધારકો અને ગ્રાહકો અને ખાસ ત્યા આવેલ ઘણી સ્કૂલોના છોકરા-છોકરીઓ અને નાના બાળકોને આ ડહોળા અને અતિ દુર્ગંધવાળા પાણીમાં ના છૂટકે પગ મુકીને પસાર થવું પડે છે.છતાં છાત્રાલય દ્વારા તેના નિકાલની બીજી કોઈ વ્યવસ્થા કરાતી નથી.




Latest News