મોરબી શહેરમાં શિક્ષક શરાફી મંડળીની અઠ્ઠાવીસમી સાધારણ સભા સંપન્ન
મોરબી સહિત ગુજરાતમાં નિતનવા અખતરાના કારણે હજારો વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત રહે તેવી ભીતિ
SHARE
મોરબી સહિત ગુજરાતમાં નિતનવા અખતરાના કારણે હજારો વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત રહે તેવી ભીતિ
ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા દર વર્ષે ધો.1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવામાં આવે છે જેની ઓનલાઈન દરખાસ્ત કરવામાં આવે છે, અને ઓનલાઈન ધો.1 થી 5 વિદ્યાર્થીઓના ખાતામાં 1,600 રૂપિયા અને ધો.6 થી 8 ના વિદ્યાર્થીઓના ખાતામાં રૂપિયા 1,950 જમા થાય છે, ડીઝીટલ ગુજરાતની સાઈટ પર શાળાના આચાર્યો દ્વારા ઓનલાઈન દરખાસ્ત કરવામાં આવે છે,આ સાઈટમાં દર વર્ષે નવા નવા સુધારા કરી દરખાસ્ત કરવાની પ્રક્રિયા જટિલ કરવામાં આવે છે.
વર્ષ 2024-25 ની દરખાસ્ત કરવા માટે રેશનકાર્ડ નંબર અને રેશનકાર્ડમાં બાળકના વ્યક્તિગત નંબર અપલોડ કર્યા પછી જ દરખાસ્ત થઈ શકે છે તો ઘણા બધા ગરીબ બાળકોના વાલીઓ પાસે રેશનકાર્ડ હોતા નથી અને હોય તો બાળકનું નામ એડ થયેલું હોતું નથી. અને બાળકનું નામ હોય તો બાળકનો વ્યક્તિગત નંબર નથી હોતો પરિણામે રેશનકાર્ડના અભાવે દરખાસ્ત થઈ શકતી ન હોય રેશનકાર્ડ નંબર ફરજીયાત ન હોવા જોઈએ. દરખાસ્ત કરવામાં આધારકાર્ડ નંબર અપલોડ કરવાના હોય છે હજુ ઘણા બાળકોના આધારકાર્ડ હોતા નથી અને હોય તો અપડેટ થયેલા હોતા નથી કે નામમાં ફેરફાર હોય છે,એના કારણે દરખાસ્ત થઈ શકતી નથી, બાળકોના આધારકાર્ડ કઢાવવા હોય કે અપડેટ કરાવવા હોય તો આધારકાર્ડ કિટની વ્યવસ્થા નથી પરિણામે ગરીબ બાળકો શિષ્યવૃત્તિથી વંચિત રહી જતા હોય છે જેથી આધારકાર્ડ ફરજીયાત ન હોવું જોઈએ.
તેમજ સરકારની સૂચના હોવા છતાં બેંકો વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ખોલી આપતી નથી મજૂર વર્ગના વાલીઓ પોતાના કામ ધંધા છોડીને બેંકોના ધક્કા ખાય છે, છતાં બેંકો વિદ્યાર્થીઓના ખાતા ખોલી આપતી નથી જો ખોલી આપે તો પાંચ હજાર રૂપિયાની ડિપોઝીટ જમા કરવાનું જણાવે છે પરિણામે એકાઉન્ટના અભાવે વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત રહી જાય છે. જો કોઈ વાલીના વધુ સંતાનો ધો. 1થી 8 માં અભ્યાસ કરતા હોય તે દરેક બાળક દીઠ અલગ અલગ એકાઉન્ટ માંગવામાં આવે છે. અને એકાઉન્ટ ઓપન કરવા માટે વલીઓને મસ મોટી રકમ બેંકમાં ડિપોઝીટ પેટે જમા કરવી પડે છે,જે વાલી માટે બહુ અઘરી વસ્તુ છે. અને વિદ્યાર્થીઓના ખાતામાં ટ્રાન્જેક્શન થતું ન હોય ખાતા ફ્રીઝ થઈ જતા હોય બાળકોની શિષ્યવૃત્તિની રકમ જમા થતી નથી.
ડીઝીટલ ગુજરાત સાઈટમાં વારંવાર એરર આવી જતી હોય દરખાસ્ત કરવામાં ખુબજ સમયનો વ્યય થાય છે.દશ બાળકોની દરખાસ્ત કરીએ ત્યારે માત્ર એક જ વિદ્યાર્થીની દરખાસ્ત માંડ માંડ સબમીટ થાય છે.જે તે શાળાના આચાર્ય એ સંસ્થાના જવાબદાર વ્યક્તિ છે એમના દ્વારા બાળકની જે જે માહિતી અપલોડ કરવામાં આવે એ માન્ય રાખી શિષ્યવૃત્તિ દરખાસ્ત સરળ રીતે થઈ શકે અને સરકારી શાળામાં અભ્યાસ કરતા ગરીબ બાળકોને શિષ્યવૃત્તિનો લાભ મળે વાલીઓ અવારનવાર શાળાએ આવીને શિષ્યવૃત્તિ જમા થવા અંગે પૂછપરછ કરતા હોય છે પણ ડીઝીટલ ગુજરાતની સાઈટ પર અવનવા અખતરા થતાં હોય બાળકોની શિષ્યવૃત્તિની દરખાસ્ત બનતી ન હોય,ગુજરાત સહિત મોરબી જિલ્લામાં હજારો બાળકો શિષ્યવૃત્તિથી વંચીત રહેવાની ભીતિ છે.









