માળીયા (મી) નજીક ખોટા કામ કરવાની ના પાડી દેતા યુવાનની કાર સાથે થાર અથડાવીને માર મારવાની ધમકી
SHARE
માળીયા (મી) નજીક ખોટા કામ કરવાની ના પાડી દેતા યુવાનની કાર સાથે થાર અથડાવીને માર મારવાની ધમકી
માળીયા મીયાણાના જૂની ખીરાઈ ગામે રહેતા યુવાને ખોટા કામમાં સાથ આપવાની ના પડી હતી જેથી કરીને તેનો ખાર રાખીને થાર ગાડીમાં આવેલા શખ્સે યુવાનની બલેનો ગાડી સાથે આગળ અને પાછળના ભાગેથી વાહન અથડાવ્યું હતું અને ગાડીમાં નુકસાન કર્યું હતું તેમજ યુવાનને માર મારવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનેલા યુવાને હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના જૂની ખીરાઇ ગામે રહેતા યુસુફભાઈ અલારખાભાઇ સંધવાણી (22)એ હાલમાં યુસુફભાઈ કાદરભાઈ જેડા રહે. જુના રેલ્વે સ્ટેશન પાસે માળિયા મીયાણા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, માળિયા કંડલા હાઇવે રોડ ઉપર આવેલ વડવાળા હોટલ પાસેથી તે પોતાની બલેનો ગાડી નંબર જીજે 36 આઇસી 0948 લઈને જતો હતો ત્યારે આરોપી તેની થાર ગાડી નંબર જીજે 37 જે 9905 લઈને આવ્યો હતો અને ત્યારે ફરિયાદીની ગાડીને આગળ તથા પાછળના ભાગેથી તેનું વાહન અથડાવ્યું હતું અને ફરિયાદીની ગાડીમાં નુકસાન કર્યું હતું તેમજ ફરિયાદીને માર મારવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદી અગાઉ આરોપી સાથે કામ કરતો હતો જો કે, ફરિયાદીએ આરોપી સાથે ખોટા કામ કરવાની ના પાડી દેતા તે બાબતનો ખાસ રાખીને તેના ઉપર આ હુમલો કરવામાં આવ્યો હતો અને તેની ગાડીમાં નુકસાન કરવામાં આવ્યું છે. જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.