મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં માતા પિતાએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલ કિશોરીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન 


SHARE









મોરબીમાં માતા પિતાએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલ કિશોરીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન 

મોરબીમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ હતો કે મોરબી નીચી માંડલ ગામે કેનાલ પાસે એક કિશોરી છે અને છેલ્લા ૧૬ કલાકથી આંટા ફેરા કરે છે અને કાંઈ પણ બોલતા નથી અને ખૂબ જ રડે છે જેથી કરીને કિશોરીની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટિમ ત્યાં પહોચી હતી.

ત્યાર બાદ અભયમ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ લક્ષ્મીબેન તેમજ પાયલોટ જીગરભાઈ શેરઠીયા ઘટના સ્થળે કિશોરી પાસે પહોચીને તેનું કાઉન્સિલિંગ કયું હતું અને તેને મોટીવેટ કરી હતી ત્યારે કિશોરી પાસેથી તેના ઘરનું સરનામું મેળવવા માટેનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એવી માહિતી સામે આવી હતી કે, કિશોરી તેના માતા, પિતા, એક ભાઈ તેમજ એક બહેન સાથેના સહ પરિવાર સાથે રહે છે. અને કિશોરીએ કહ્યું હતું કે, કામકાજ બાબતે તેમના માતા પિતા ખીજાતા હતાં અને માર મારતાં હતાં. અને નાની નાની વાતે માનસિક ત્રાસ આપતા હતાઅને અપશબ્દો કહેતા હતા જેથી તે કંટાળીને ઘરેથી નીકળી ગયેલ હતી, અને તેના માતા પિતા ઉંચા કોટડા નીવેદ કરવા ગયા હતા પાછળથી તે ઘરેથી નીકળી ગયેલ હતી. ત્યારબાદ તેમના માતા પિતા જે કંપનીમાં કામ કરતા હતા તે કંપનીનું સરનામું મેળવીને તેના માતા પિતા અને કંપનીના માલિક સાથે વાતચીત કરેલ હતી અને ત્યાં પહોચ્યા હતા. ત્યારે કિશોરીના માતા પિતાએ કહ્યું હતું કે, દીકરી કહ્યા વગર નીકળી ગયેલ હતી તેને શોધવા માટે ઘણા પ્રયત્નો કરેલ હતા પરંતુ તે મળેલ ન હતી. હાલમાં કિશોરીનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ છે અને તેને જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.




Latest News