મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના દેવ સોલ્ટ દ્વારા ૩૩૦૦ વિદ્યાર્થીઓને રાઈટીંગ પેડનું વિતરણ


SHARE





માળીયા (મી)ના દેવ સોલ્ટ દ્વારા ૩૩૦૦ વિદ્યાર્થીઓને રાઈટીંગ પેડનું વિતરણ

માળિયા (મી) સ્થિત દેવ સોલ્ટ પ્રા.લી. માં સ્વતંત્ર દિવસની ઉજ્જવણી નિમિતે કંપનીના પટાંગણમાં ધ્વજવંદન કરાયું હતું, જેમાં કંપનીના પ્રોડકશન મેનેજર ભુપતસિંહ જાડેજા દ્વારા ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને કર્મચારીઓ ત્યારે હાજર રહ્યા હતા. અને દેવ સોલ્ટુ પ્રા.લી. તેમજ દેવ વેટલેન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશન સામાજિક કલ્યાણની પ્રવૃતિઓમાં ખુબ જ સક્રિય છે, એમાં પણ ખાસ કરીને શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે અવનવી પ્રવૃતિઓ કરતા રહે છે. જેના ભાગ રૂપે સ્વતંત્ર દિવસની ઉજવણી નિમિતે વિવિધ ગામની શાળાના ૩૩૦૦ વિદ્યાર્થીઓને રાઈટીંગ પેડનું વિતરણ કરયુ હતું. આ વિતરણ દેવ સોલ્ટના પ્રતિનિધિ વિવેક ધ્રુણા, રમજાન જેડા અને રાજેશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.




Latest News