મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબી-વવાણીયા જયદીપ કંપનીના સ્વ.ઉદયસિંહજી જાડેજા પરિવારની ચોથી પેઢીના બાળકમાં પણ દેશભક્તિથી છલોછલ


SHARE







મોરબી-વવાણીયા જયદીપ કંપનીના સ્વ.ઉદયસિંહજી જાડેજા પરિવારની ચોથી પેઢીનું બાળક પણ દેશભક્તિથી છલોછલ

આ આપણી માતૃભૂમિને અંગ્રેજોની ચુંગાલમાંથી આઝાદ કરાવવા, ગુલામીની ઝંઝીરો તોડીને માઁ ભારતીના ચરણોમાં આઝાદીની સૌગાથ અર્પણ કરવા ન જાને કેટકેટલા નવલોહીયા, લવરમૂછીયા, આશાભર્યા યુવાનોએ, વયસ્કોએ પોતાના પ્રાણ હંસતા હંસતા ન્યોછાવર કરીને માઁ ભારતીને ગુલામીની બેડીઓમાંથી આઝાદી અપાવીએ માત્રભૂમિને, તે માઁ ભારતીને આન, બાન અને શનનાં પ્રતિક એવા તિરંગાને સલામી આપવાનો અમુલ્ય અવસર એટલે 15 ઓગસ્ટ, સ્વતંત્રપર્વનો દિવસ.

દેશભરમાં જ્યારે આજે સ્વાતંત્ર્ય પર્વની હર્ષભેર ઉજવણી થઇ રહી હતી ત્યારે મોરબીમાં પણ દેશદાઝથી ભર્યા પ્રસંગોની સાથે અનેક જગ્યાએ તિરંગાને સલામી આપવામાં આવી હતી.જયારે પણ આ દેશનું સ્વાતંત્ર્ય પર્વ હોય કે પછી ગણતંત્ર દિવસ હોય આ દેશના બાંધવો અબાલથી લઈ વૃદ્ધ સુઘી કે પછી આ દેશની એકતા, અખંડિતતાની વાત આવે ત્યારે આ દેશબંધુઓની એકતાની સમગ્ર વિશ્વએ નોંધ લેવી પડે તેમ છે.

ત્યારે આજે મોરબી પંથકમાં પણ ઠેર ઠેર તિરંગાને સલામી આપવા સાથે સમગ્ર વાતાવરણમાં દેશભક્તિ અને દેશદાઝના દર્શન થઇ રહ્યા હતા. નગરજનો એક બીજાને મળી સ્વાતંત્ર્ય પર્વની હર્ષભેર શુભકામનાઓ પાઠવી રહ્યા હતા.ત્યારે મોરબી માળીયા સમગ્ર પંથકમા મોટાભાઈના હુલામણા નામથી જાણીતા અને મોરબી માળીયા પંથક સાહિત દેશનું હિત જેમના હૈયે જીવનપર્યત રહ્યું અને જેમના દ્વારા કોઇપણ રચનાત્મક કે સેવાકાર્યમાં સહયોગ હોય જ અને આજે એજ પ્રણાલીને આગળ વધારતો તેમનો પરિવાર એટલે સ્વ.ઉદયસિંહજીભાઇ જાડેજાનો પરિવાર (જયદીપ એન્ડ કુ. મોરબી-વવાણીયા) અને એ પરિવારના એક સૈનિકની વેશભૂષામાં સજ્જ એક નાના બાળસૈનિકની દેશદાઝની ભાવના પણ નોંધનીય હતી

આર્યવિરસિંહ વિશ્વરાજસિંહ જાડેજા શબ્દોમાં તો પોતાની દેશભક્તિ દેશદાઝને વર્ણવી ન હોતા શકતા પણ તેની ખુમારી, તેની અક્કડ, અને રાજપુતાના અંદાઝ, અને તેનું ક્ષત્રીયતેજ તેના અંગે અંગમાંથી છલકી રહ્યુ હતુ.જે ઘણું બધુ કહી રહ્યુ હતું ! આ દેશમાં, મારા ભારતમાં જો એક બાળકના દિલમાં પણ રાષ્ટ્ર માટે આવી  દેશભક્તિથી છલોછલ ભાવનાઓ અને દેશદાઝ ઉભરાતી હોય તે દેશ તરફ કોઈની મજાલ છે ઉંચી નજર કરીએ જુએ ?






Latest News