મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીના દરેક કૅમ્પસમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ’ તથા ‘હર ઘર તિરંગા’ થીમ ઉપર સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી


SHARE











નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીના દરેક કૅમ્પસમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ’ તથા ‘હર ઘર તિરંગા’ થીમ ઉપર સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીના દરેક કૅમ્પસ આઝાદીના રંગે રંગાઈ ગયાં. “હર ઘર તિરંગા”ની થીમ પર સ્વાતંત્ર્ય  પર્વની પૂરા જોશ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.નવયુગ વિદ્યાલય મોરબી મુકામે જિતેન્દ્રભાઈ વિરમગામા (આર.એસ.એસ. જિલ્લા બૌધિક પ્રમુખ) ના હસ્તે  ધ્વજવંદન થયું અને તેમણે દેશભક્તિ સાથે આજની વિકટ પર્યાવરણીય સમસ્યાના હલ માટે “એક વૃક્ષ મા કે નામ” અભિયાનને વેગ અપાવની હિમાયત કરી હતી.નવયુગ સંકુલ વિરપર મુકામે જયંતિભાઈ પડસુંબિયા (વિદ્યાભારતી સંસ્કૃતિ બોધ પરીક્ષા- પ્રાંત સંયોજક) ના હસ્તે ધ્વજવંદન થયું હતું.તેમણે દેશની પ્રગતિની વાત કરી તથા નવયુગ પ્રિ-સ્કૂલ ઇન્ટરનેશનલ મુકામે ભાવિષાબેન સરડવા (રાષ્ટ્ર સેવિકા સમિતિ)ના  હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ. પ્રમુખ પી.ડી.કાંજીયાએ પોતાની આગવી શૈલીમાં ભાષણ આપતાં કહ્યું હતું કે “ આજે દુનિયા ડામાડોળ છે ત્યારે ભારત સ્થિરતાથી  આગળ વધી રહ્યો છે, દેશની આંતરિક સુરક્ષા માટે યુવાનોએ અગ્નિવીર બનવાની જરૂર છે”.

ધ્વજવંદનની સાથે દરેક કૅમ્પસમાં NCCની જુનિયર બોયઝ અને સિનિયર ગર્લ્સ બટાલિયનના કેડેટ્સ દ્વારા પરેડ કરી ધ્વજને સલામી આપવામાં આવી હતી. દેશભક્તિથી ઓતપ્રોત વાતાવરણમાં કે.જી.થી કૉલેજ સુધીના બાળકો દ્વારા રંગારંગ કાર્યક્રમો થયાં. સમૂહગાન, લોકગીત, પર્યાવરણ જાગૃતિ ડ્રામા, થીમ બેઝ ડાન્સ, વક્તૃત્વ, સલાડ ડેકોરેશન, સ્ક્રેચ એન્ડ પૅન્ટિંગ, ક્રાફ્ટ વર્ક, રમતગમત તથા સ્વચ્છતા માટે  જનજાગૃતિ રેલી  જેવા કાર્યક્રમો થયા. સોશિયલ મીડિયા ફેમસ તથા શાળાના વિદ્યાર્થી બોપલિયા ભવ્ય દ્વારા તેજાબી સ્પીચ આપવામાં આવી હતી.

બધા કાર્યક્રમનું આયોજન સરકારની ગાઈડલાઇન મુજબ, ખૂબ સારી રીતે અને આગવી રીતે કરવા બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તથા રંજનબેન પી.કાંજીયાએ બધાંનો આભાર વ્યક્ત કરેલ તથા ઉત્સાહ વધારેલ.કાર્યક્રમોને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયાએ સંકલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો




Latest News