મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી ઉપર રસ્તા બાબતનો ખાર રાખીને ચાર મહિલા સહિત 10 થી વધુ લોકોનો તીક્ષ્ણ હથિયાર સાથે હુમલો


SHARE









મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી ઉપર વાડી વિસ્તારનો રસ્તો ખુલ્લો કરાવવાનો ખાર રાખીને ચાર મહિલા સહિત 10 થી વધુ લોકોનો તીક્ષ્ણ હથિયાર સાથે હુમલો

મોરબીમાં બાયપાસ રોડ ઉપર ગોકુળ નગર થી જાગાની વાડી તરફ જવાના રસ્તા ઉપર આવતી ઘુડની વાડી પાસે આઠ વાડીનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો જે રસ્તો તે વિસ્તારના માજી કાઉન્સિલર અને હાલમાં મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી દ્વારા ખુલ્લો કરાવામાં આવ્યો હતો જે બાબતનો ખાર રાખીને આજે મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી શહેરમાંથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેને રોકીને ચાર મહિલા સહિત 10 થી વધુ લોકો દ્વારા તેના ઉપર તલવાર, છરી, કુહાડી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી કરીને ઈજા પામેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરવામાં આવી છે.

મોરબીમાં બાયપાસ રોડ ઉપર ગોકુળનગર પાસે આવેલ જાગાની વાડી માં રહેતા મોરબી નગરપાલિકાના માજી સભ્ય અને હાલમાં મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી રોહિતભાઈ શામજીભાઈ કંઝારિયા (30) ઉપર તે વિસ્તારમાં રહેતા દિનેશભાઈ શામજીભાઈ ડાભી, હંસરાજભાઈ શામજીભાઈ ડાભી, રતિલાલ કેશવજીભાઇ ડાભી, પ્રવીણ કેશવજીભાઇ ડાભી, સંજય છગનભાઇ ડાભી અને સુરેશ છગનભાઇ ડાભી ઉપરાંત ચાર મહિલા સહિત કુલ મળીને 10 થી વધુ લોકો દ્વારા તલવાર, કુહાડી, છરી અને ધોકા જેવા હથિયાર સાથે હુમલો કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રીને છરી અને કુહાડીનો બુંધરાવટીના ઘા મારાને ઇજા કરેલ છે. જેથી ઈજા પામેલા રોહિતભાઈ શામજીભાઈ કંઝારીયાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને હુમલાની આ ઘટના વિશે મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે ભોગ બનેલા યુવાનનું નિવેદન લેવા માટે અને ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે.

વધુમાં આ હુમલાની ઘટના વિશે મોરબી શહેર ભાજપના મહામંત્રી અને નગરપાલિકાના માજી કાઉન્સિલર ભાવેશભાઈ કંઝારીયા પાસેથી મળતી વિગત પ્રમાણે ઘુડની વાડીમાં રહેતા ડાભી પરિવાર દ્વારા ગોકુલનગર થી જાગાની વાડી તરફ જવા માટેનો જે આઠ વાડીનો રસ્તો હતો તે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને આ રસ્તો ખુલ્લો કરાવવા માટે થઈને રોહિતભાઈ કંઝારીયા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેના ફળ સ્વરૂપે થોડા સમય પહેલા મામલતદારની હાજરીમાં રસ્તા ઉપરના દબાણોને દૂર કરીને રસ્તાને ખુલ્લો કરાવવામાં આવ્યો હતો. જે બાબતનો ખાર રાખીને રોહિતભાઈ કંઝારીયા આજે મોરબી શહેરી વિસ્તારમાં પોતાનું કામ પૂરું કરીને પોતાના ઘર તરફ આ રસ્તા ઉપરથી જઈ રહ્યા હતા ત્યારે ચાર મહિલાઓ સહિતના કુલ 10 થી વધુ લોકોએ તેને રોકીને તેના ઉપર હુમલો કર્યો હતો. જેથી કરીને ઈજા પામેલ હાલતમાં રોહિતભાઈને સારવાર માટે લઈને આવ્યા છે. અત્રે ઉલ્લેખનીએ છે કે, થોડા સમય પહેલા રસ્તાના આ વિવાદના કારણે મોરબી એ ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે ડાભી અને કંઝારીયા પરિવાર દ્વારા સામસામે ફરિયાદો પણ નોંધાવવામાં આવી હતી.




Latest News