મોરબીના શોભેશ્વર રોડે કારખાનામાં યુવાને અંતિમ પગલુ ભર્યુ : મોત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને અનંતની વાટ પકડી મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વર્ષામેડી ગામે જૂની અદાવતનો ખાર રાખીને યુવાને માર માર્યો


SHARE





























માળીયા (મી)ના વર્ષામેડી ગામે જૂની અદાવતનો ખાર રાખીને યુવાને માર માર્યો

માળીયા મીયાણા તાલુકાના વર્ષામેડી ગામે રહેતા યુવાને તે ગામના રહેતા શખ્સને તેના મોટાભાઈ સાથે બેસવાની ના પડી હતી જે બાબતનો ખાર રાખીને સામેવાળાએ યુવાનને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો અને તેના હાથમાં પહેરેલ કડુ યુવાનને મોઢાના ભાગે હોઠ ઉપર મારતા તેને હોઠમાં ગંભીર ઇજા થવાથી ટાંકા આવ્યા હતા અને યુવાને સારવાર લીધા બાદ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા તાલુકાના વર્ષમેડી ગામે રહેતા કારુભાઇ હમીરભાઇ ચાવડા (44)એ માળીયા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રૂપાભાઈ મેપાભાઇ ખીટ રહે. વર્ષામેડી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વર્ષામેડી ગામની સીમમાં આવેલ પાવર હાઉસ પાસેથી તે પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપીને અગાઉ ફરિયાદી તેના મોટાભાઈ સાથે બેસવાની ના પાડેલ હતી જે બાબતનો ખાર રાખીને આરોપીએ ફરિયાદીને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ તેના હાથમાં પેરેલ કડુ ફરિયાદી યુવાનના મોઢાના ભાગે હોઠ ઉપર માર્યું હતું જેથી હોઠમાં ઇજા થવાના કારણે તેને ટાંકા આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બાળકી સારવારમાં

મોરબીના ધરમપુર રોડ ઉપર ભીમસર પાસે રહેતા મૂળ એમપીના પરિવારની અંજલી સંજયભાઈ વસુનીયા (1) નામની બાળકી કોઈ કારણોસર પાણીની ડોલમાં પડી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
















Latest News