મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીની પાટીદાર દીકરીઓ-ઉદ્યોગકારો વિષે ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની સામે બદનક્ષીનો ગુનો નોંધવા કોર્ટનો હુકમ


SHARE









મોરબીની પાટીદાર દીકરીઓ-ઉદ્યોગકારો વિષે ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની સામે બદનક્ષીનો ગુનો નોંધવા કોર્ટનો હુકમ

મોરબી પાટીદાર સમાજની દીકરીઓ અને ઉદ્યોગપતિ વિશે કાજલ હિન્દુસ્તાની દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેથી તેની સામે મોરબીની તાલુકા કોર્ટમાં મનોજ પનારાએ બદનક્ષીની લેખિત ફોજદારી અરજી આપવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે કાજલ હિન્દુસ્તાની સામે બદનક્ષીનો ગુનો નોંધવા હુકમ કર્યો છે અને આગામી તા 17/9 ના રોજ કોર્ટમાં હાજર રહેવા માટેનું સમન્સ કાઢ્યું છે.

સુરતમાં અંદાજે એક વર્ષ પહેલા યોજાયેલા એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજને દીકરીઓ અને ઉદ્યોગકારો વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને મોરબીના પાટીદાર સમાજમાં ભારે આક્રોશની લાગણી હતી અને તેને લઈને મોરબીમાં મોરબી પાટીદાર સમાજ દ્વારા વિશાળ રેલી યોજીને મોરબીના જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને કાજલ હિન્દુસ્તાનીને પાટીદાર સમાજની માફી માંગવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું જોકે તેના દ્વારા પાટીદાર સમાજની માફી માંગવામાં આવી ન હતી.

ત્યાર બાદ કાજલ શિંગાળા (કાજલ હિન્દુસ્તાની) સામે મોરબીની તાલુકા કોર્ટમાં મનોજ પનારાએ બદનક્ષીની લેખિત ફોજદારી અરજી ફરિયાદ આપેલ હતી જેને ધ્યાને લઈને કોર્ટે તા 14 ઓગસ્ટના રોજ કાજલ હિન્દુસ્તાની સામે બદનક્ષીનો ગુનો નોંધવા માટે હુકમ કરેલ છે અને આગામી તા.17 મી સપ્ટેમ્બરે કાજલ હિન્દુસ્તાનીને કોર્ટમાં હાજર રહેવા માટેનું સમન્સ કાઢ્યું છે. અને ત્યાર બડે બદનક્ષીનો કેસ મોરબીની તાલુકા કોર્ટમાં ચાલશે તેવું મનોજ પનારા અને તેના વકીલ જયદીપભાઈ પંચોટીયા પાસેથી જાણવા મળેલ છે.




Latest News