મોરબી પીજીવીસીએલમાં એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી: ટંકારા આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળો રાજ્ય માહિતી કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મોરબી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ વર્ચ્યુઅલી જોડાયા મોરબીમાં પાસપોર્ટ સેવા મોબાઇલ વાન તા.૧૪ થી ૧૬ સુધી કાર્યરત રહેશે હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં સ્ટાફના અભાવે જીતેલા કેસ ગ્રાહકો હારી જાય છે, યોગ્ય પગલા લેવા મુખ્યમંત્રીને રજુઆત કરતા લાલજીભાઇ મેહતા 


SHARE









મોરબી ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં સ્ટાફના અભાવે જીતેલા કેસ ગ્રાહકો હારી જાય છે, યોગ્ય પગલા લેવા મુખ્યમંત્રીને રજુઆત કરતા લાલજીભાઇ મેહતા

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મેહતાએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરતા જણાવેલ છે  કે મોરબીમાં તકરાર નિવારણ આયોગમાં સ્ટાફના અભાવે ગ્રાહકો જીતેલા કેસ હારી જાય છે. જેથી યોગ્ય પગલા લેશો.

મોરબી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં જીતેલા ગ્રાહકો તેમનો કેસ હારી જાય છે અને સરકારની "જાગો ગ્રાહક જાગો" યોજના મોરબી જીલ્લામાં નિષ્ફળ જતી હોઇ તેવુ જણાઇ રહીયુ છે.વિગત એવી છે કે ચાર-ચાર વર્ષ રાહ જોયા બાદ ગ્રાહક કેઇસ જીતી જાય છે અને જીતેલા ગ્રાહકને ૩૦ દિવસમાં પૈસા ચુકવવાના હોય છે.ભલે વીમા કંપની ફાયનાન્સ કંપની કે અન્ય કંપનીને જો ત્રીસ દિવસમાં પૈસા ગ્રાહકને આપે નહી તો તેના વીરૂધ્ધ દરખાસ્ત ભરવાની હોઇ પરંતુ કમનીશીબે ગ્રાહક તકરાર નિવારણ આયોગના ન્યાયર્મર્તિ દરખાસ્ત સ્વીકારતાં નથી અને જે ચાલુ દરખાસ્ત છે તે સ્ટાફ નથી તેવા નજીવા બાના હેઠળ કાઢી નાખે છે.!

જેથી હારેલી કંપનીને મજા આવે છે કારણ કે પૈસા આપવા ન પડે તે જાણે છે કે અહીં દરખાસ્ત સ્વીકારશે નહી અને કાઢી નાખશે.જેથી ગ્રાહક કરતાં કંપનીને લાભ થાય છે.તાજેતરમાં મકાન કોન્ટ્રાકટરને કારણે વીસ મકાનમાં તીરાડ અને લાદી ઉખડી જવી તેવા બાના હેઠળ કેઇસ કરેલ ગ્રાહક કેઇસ જીતી ગયાં કોન્ટ્રાટરે મકાન માલીકોને પૈસા ચુકવવા અને રીપેર કરી આપવાનો ગ્રાહક અદાલતે ફેસલો આપ્યો.સમય મર્યાદામાં કોન્ટ્રાકટરે કામ કરેલ નહી અને વીસ મકાન માલીકે દરખાસ્ત કરી અને આઠ મહિના દરખાસ્ત ચાલી અને એજ ગ્રાહક અદાલતે મકાન માલીકની દરખાસ્ત કાઢી નાખી.નુકશાની ગ્રાહકને થઇ ફાયદો કોન્ટ્રાકરને થયો..! 

અગર બાર વર્ષ પછી દરખાસ્ત ભરાવે હવે બાર વર્ષ જે મકાન તીરાડ વારા હતા.તે પડી જાય સમગ્ર ગુજરાતમાં દરખાસ્ત લેવામાં આવે છે અને ચલાવવામાં આવે છે.ગ્રાહકને અન્યાય થતાં સ્ટેટ કમીશનમાં ગયો પણ ત્યાં કહે અમારૂ ચાલે નહી તો કોનુ ચાલે.? ગ્રાહકને દરખાસ્ત કાઢી નાખ્યા પછી હુકમ પણ આપતા નથી એક મહીના પછી હુકમ આપે ત્યાં સ્ટેટમા અપીલ કરવાનો સમય ચાલ્યો જાય.! આમ "જાગો ગ્રાહક જાગો" ની સરકારની યોજના નિષ્ફળ જઇ રહી છે.તેવુ જણાય છે તેથી મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ છેક દિલ્લી સુધી તેમજ લાગતા વળગતા મંત્રી અને અધિકારીઓને જાણ કરી છે કે દરખાસ્ત ચલાવો નહીતર તમામ કેઇસ રાજકોટ લઇ જાવ તો જ ગ્રાહકને સાચો ન્યાય મળશે.

​​




Latest News