મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં જુદાજુદા બે એપાર્ટમેન્ટમાં જુગારની બે રેડ: 21 શખ્સો 2.46 લાખના મુદામાલ સાથે પકડાયા


SHARE







મોરબીમાં જુદાજુદા બે એપાર્ટમેન્ટમાં જુગારની બે રેડ: 21 શખ્સો 2.46 લાખના મુદામાલ સાથે પકડાયા

મોરબી શહેરમાં નાની કેનાલ રોડ ઉપર આવેલ સનરાઈઝ વિલા અને પંચાસર રોડ ઉપર આવેલ શિવ પેલેસ એપાર્ટમેન્ટમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને 21 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 2,46,700 ના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શિવ પેલેસ નવા બની રહેલા એપાર્ટમેન્ટમાં ચાકુભાઇ કલોતરાને મળે બાતમી આધારે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં જુગાર રમતા કુલ 13 શખ્સો મળી આવ્યા હતા જેમાં કેવલભાઈ મનસુખભાઈ ભોરણીયા (26) રહે. રવાપર રોડ નરસંગ ટેકરી મંદિરની બાજુમાં દર્પણ સોસાયટી શિવમ પેલેસ મોરબી, ધરમશીભાઈ હરિભાઈ કાવર (70) રહે. નાનાભેલા, પ્રભુભાઈ મગનભાઈ આદ્રોજા (56), પંચાસર રોડ ઉમિયાજી સોસાયટી મોરબી, રમેશભાઈ કુંવરજીભાઈ ઓગણજા (49) રહે. કન્યા છાત્રાલય રોડ સરદાર સોસાયટીની સામે મોરબી, જગદીશભાઈ હરિભાઈ કલોલા (56) રહે. દલવાડી સર્કલ પાસે શ્રીજી પાર્ક સોસાયટી મહાદેવ હાઇટ્સ મોરબી, વાલમજીભાઇ મોહનભાઈ માકાસણા (70) રહે. ચરાડવા તાલુકો હળવદ, જયંતિભાઈ છગનભાઈ પડસુંબીયા (65) રહે. નાની વાવડી મોરબી, ચંદુભાઈ રતનશીભાઈ ગામી (58) રહે. કન્યા છાત્રાલય રોડ શ્રીજી પાર્ક મહાદેવ હાઈટસ મોરબી, નાગજીભાઈ છગનભાઈ દાવા (54) રહે પંચાસર રોડ નાની કેનાલ પ્રમુખ સ્વામી સોસાયટી મોરબી, દેવદાનભાઈ મોમૈયાભાઈ કુંભારવાડીયા (62) રહે રવાપર ગામ શ્રીહરી ટાવરની બાજુમાં મોરબી, કાનજીભાઈ રામજીભાઈ ભીમાણી (53) રહે. નેસડા (સુરજી), આપાભાઈ લખમણભાઇ ચાવડા (50) રહે. કંડલા બાયપાસ બાબાજી ફન વર્લ્ડ પાસે ધર્મસૃષ્ટિ સોસાયટી મોરબી અને મનસુખભાઈ નરશીભાઈ પટેલ (61) રહે. પંચાસર રોડ નાની કેનાલ જાનકી એપાર્ટમેન્ટ ઓમ પાર્કની પાછળ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 1,03,500 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે

મોરબી જિલ્લા એલ.સી.બી, ની ટીમના બિપિનભાઈ પરમારને મળેલ બાતમી આધારે મોરબીની નાની કેનાલ રોડ ઉપર આવેલ સનરાઈઝ વીલામાં જુગારની 10 માં મળે રેડ કરી હતી ત્યારે ધવલભાઇ ગોરધનભાઇ વિરમગામા (38) રહે. નાની કેનાલ રોડ સનરાઈઝ વીલા, જગદીશભાઇ જયભાઇ કુંડારીયા (47) રહે. નાની કેનાલ રોડ સનરાઈઝ વીલા, સાગરભાઇ મીઠાભાઇ ફેફર (31) રહે. શ્રીકુંજ સોસાયટી મોરબી, મુકેશભાઇ શિવાભાઇ ફુલતરીયા (47) રહે. નાની કેનાલ રોડ સનરાઈઝ વીલા, લલીતભાઇ વનજીભાઇ છનીયારા (36) રહે. નાની કેનાલ રોડ સનરાઈઝ વીલા, દિવ્યેશકુમાર ભીખાભાઈ મોરડીયા (30) રહે. નાની કેનાલ રોડ સનરાઈઝ વીલા, રજનીકાંત ગોરધનભાઈ વિરમગામાં (44) રહે. નાની કેનાલ રોડ સનરાઈઝ વીલા અને નિશ્ચીતભાઇ કાનજીભાઇ કાચરોલા (35) રહે. નાની કેનાલ રોડ સનરાઈઝ વીલા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે આ આરોપીઓ નાની કેનાલ રોડ સનરાઈઝ વીલામાં દસમા માળે ફલેટ વચ્ચેના સીડીના લોબીમાં જુગાર રમતા હતા હાલમાં પોલીસે આરોપીઓ પાસેથી રોકડા 1,43,200 રૂપીયા કબજે કરેલ છે.






Latest News