ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે, માર્કશિટ પહોડચાડવા અપીલ


SHARE







મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે, માર્કશિટ પહોડચાડવા અપીલ

શ્રી મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા આહીર જ્ઞાતિ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ધોરણ ૧૦, ધોરણ ૧૨ તેમજ કોલેજ કક્ષા અને ઉચ્ચ અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓને શિલ્ડ-સર્ટી એનાયત કરવામાં આવનાર હોય વધુ માહિતી માટે દિનેશભાઈ હુંબલ (મો.૯૮૨૫૭ ૫૮૫૯૦) તથા મયુરભાઈ ગજીયા (મો.૯૭૩૭૪ ૭૮૬૦૬) નો સંપર્ક કરવા જણાવાયેલ છે.તેઓએ માર્કશીટની ઝેરોક્ષ પહોંચાડવા માટે અપીલ કરેલ છે.

શ્રી મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ આયોજીત આહીર જ્ઞાતિ વિધાર્થી સન્માન સમારોહનું આયોજન કરાયેલ છે.મોરબી જિલ્લામાં વસતા જ્ઞાતિજનોને જણાવાયેલ છેકે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના તેજસ્વી વિધાર્થીઓને સન્માનિત કરવાનો તથા માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ આગામી દિવસોમાં રાખવામાં આવશે.તેમા ભાગ લેવા માર્કશીટ મોકલવાના રહેશે.માર્કશીટ મોકલવાની છેલ્લી તા.૩૧-૮ હોય તે પુર્વે પહોંચાડવા.વર્ષ ૨૦૨૩-૨૪ માં અભ્યાસ કરીને પરીક્ષા આપેલી હોવી જોઇએ.ધો.૧૦-૧૨ ૬૦ ટકા કે તેથી વધુ ગુણ તથા અન્ય ડીગ્રીમાં ૫૦ ટકા કેતે થી વધુ ગુણ હોવા જોઇએ.વિદ્યાર્થીએ મોરબી જિલ્લા વિસ્તારના કેન્દ્રમાંથી પરીક્ષા આપેલી હોવી જોઇએ. અથવા અન્ય કેન્દ્રમાંથી પરીક્ષા આપેલી હોય તો હાલમાં વિદ્યાર્થીના માતા-પિતા મોરબી જિલ્લા વિસ્તારમાં રહેતાં હોવાં જોઇએ.માર્કશીટની પાછળ મોબાઇલ નંબર તથા સરનામુ લખવાં ફરજીયાત છે.(ઉપરોકત વિગતથી પ્રાપ્ત થયેલ તમામ વિદ્યાર્થીને પ્રમાણપત્ર તથા પ્રોત્સાહન ઇનામ એનાયત થશે) આ વર્ષના વિદ્યાર્થી સન્માન સમારંભના દાતા વિક્રમભાઈ ધીરૂભાઇ ચાવડા (મોરબી) છે.

વિદ્યાર્થીઓના માર્કશીટની ઝેરોક્ષ કોપી પહોંચાડવા માટે યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ રામભાઇ વારોતરિયા ૯૪૨૭૨ ૨૨૮૨૩, સ.વ.પ. કન્યા વિદ્યાલય મહેન્દ્રભાઇ કચોટ ૯૯૦૪૮ ૩૩૯૧૧, કન્યાશાળા, માળિયા(મિં.) દિનેશભાઇ હુંબલ ૯૮૨૫૭ ૫૮૫૯૦, વિદ્યુતનગાર વિક્રમભાઇ ડાંગર ૯૯૭૯૫ ૦૯૫૪૨, મોટા દહીંસરા રમેશભાઇ હુંબલ ૯૯૦૪૬ ૨૩૨૯૦, પોલીસ વિભાગ રણધીરભાઇ ડાંગર ૯૯૭૮૦ ૩૨૭૦૧, બોરીચાવાસ વિનયભાઇ વાંક ૯૦૯૯૩ ૦૮૪૧૯, રીલીફનગર મયુરભાઇ ગજીયા ૯૭૩૭૪ ૭૮૬૦૬, યદુનંદન કેનાલ રમેશભાઇ છૈયા ૮૮૧૩૯ ૪૪૬૦૧, રવાપર રોડ ગૌરાંગભાઇ ગોહેલ ૯૭૧૨૩ ૬૭૦૦૭, શનાળા રોડ અશ્ર્વીનભાઇ ચાવડા ૯૯૨૫૦ ૫૨૮૧૮, ખાખરાળા મહેશભાઇ ડાંગર ૯૮૯૮૯ ૯૯૫૬૫, પોલીસ વિભાગ ભાનુભાઈ બાલાસરા ૯૦૯૯૦ ૭૭૫૭૭, વાવડી રોડ અજયભાઇ ડાંગર ૯૫૭૪૪ ૯૮૦૦૦ અને વાંકાનેરમાં ભુપતભાઇ છૈયા ૯૪૨૮૨ ૯૧૮૦૪ નો સંપર્ક કરવાનો રહેશે.






Latest News