મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર-તાલુકામાં નેશનલ હાઇવે ઉપર બે અકસ્માતમાં બે યુવાનના મોત


SHARE







વાંકાનેર શહેર-તાલુકામાં નેશનલ હાઇવે ઉપર બે અકસ્માતમાં બે યુવાનના મોત

વાંકાનેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર ચંદ્રપુર ગામ નજીક અને વાંકાનેર બાઉન્ડ્રી પાસે અકસ્માતના જુદા જુદા બે બનાવ બન્યા હતા અને તે બંને બનાવમાં ગંભીર ઇજા થવાના કારણે બે યુવાનોના મોત નીપજયાં હતા જે બંને બનાવની વાંકાનેર સિટી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુર ગામ પાસે નેશનલ હાઈવે રોડ ઉપર નૂરાની કોમ્પ્લેક્સ સામેથી સાયકલ લઈને રોડ ક્રોસ કરી રહેલા અકબરભાઈ સલેમાનભાઈ રતનિયા (25) રહે. કેરાળા તાલુકો વાંકાનેર વાળાની સાઇકલને અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે આ યુવાનના શરીર ઉપરથી ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાના કારણે યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું ત્યાર બાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે વાંકાનેર બાઉન્ડ્રી પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ડમ્પર ચાલકે હડફેટે લેતા શૈલેષભાઈ રમેશભાઈ બામણીયા (22) રહે. પાંચાવડા ગામ વાળાને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ ચોટીલાની હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતા બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન સારવારમાં
મોરબીના રાજપર રોડે હિમશીલા કંપનીમાં રહેતો અને કામ કરતો પંકજભાઈ નવલભાઇ પરમાર (27) નામનો યુવાન સાંજના સાડા પાંચેક વાગ્યાની આસપાસ પોતે ઉપરોક્ત કંપનીમાં હતો ત્યારે કોઈ કારણસર બીજા માળેથી નીચે પડી જતા માથે અને શરીરે ઈજા થતાં પ્રથમ સારવાર મોરબી સિવિલ હોસ્પિટલ બાદ બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લાવતા ઈમરજન્સીમાં દાખલ કરેલ છે.






Latest News