મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ટંકારામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનું સેન્ટર આપવાની માંગ


SHARE

















મોરબી જિલ્લાના ટંકારામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનું સેન્ટર આપવાની માંગ

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામા આવે છે તેના માટેનું રજીસ્ટ્રેશન હાલમાં કરવામાં આવી રહયું છે જેમાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં સૌથી વધુ ખેડૂતોએ નામ નોંધાવ્યા છે જો કે, ત્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે સેન્ટર ફાળવવા આવેલ નથી જેથી ખેડૂતો હેરાન થાય છે ત્યારે ભારતીય કિસાન સંઘે કલેકટરને ટંકારામાં સેન્ટર આપવાની રજૂઆત કરેલ છે

મોરબી જિલ્લામાં કુલ ૯૨૨૫ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે તેમાંથી ટંકારામાં ૫૩૬૦, માળીયાના  ૨૫૦, મોરબીના ૧૪૧૫, વાંકાનેરના ૨૫૧ અને હળવદ તાલુકા મા ૧૯૪૯ ખેડૂતોનો સમાવેશ થાય છે અને સૌથી વધુ ટંકારા તાલુકાના ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે પરંતુ ટંકારા તાલુકામાં એપીએમસીની વ્યવસ્થા નથી અને ખેડૂતોને પોતાની મગફળી લઈ મોરબી સેન્ટર સુધી આવવું પડે  છે જેથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે કિસાન સંઘે ટંકારા તાલુકાની ખરીદી ટંકારા સેન્ટર પર જ થાય તેવી વ્યવસ્થા કરવા માંગ કરેલ છે




Latest News