મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

ભારત બંધને ટંકારા શહેર-તાલુકામાં સમર્થન: આવેદનપત્ર આપ્યું


SHARE













ભારત બંધને ટંકારા શહેર-તાલુકામાં સમર્થન: આવેદનપત્ર આપ્યું

21 ઓગષ્ટ 2024 નાં દિવસે ભારત બંધનું એલાન આપવામાં આવું હતું ત્યારે ટંકારા તાલુકા અને શહેરમાં બહોળો પ્રતિસાદ મળ્યો હતો. અને સુપ્રિમ કોર્ટનાં જજોએ અનુસુચિત જાતિજનજાતિનાં અનામત વર્ગીકરણ તેમજ ક્રિમિલેયર વિષયે ગેરબંધારણીય જજમેન્ટ આપેલ હતું. જેનાં વિરોધનાં પગલે સમસ્ત ભારતનાં બુદ્ધિજીવીઓએ ભારત બંધનું આહવાન કર્યું હતું. જેમાં બહુજન સમાજનાં હિતેચ્છુ બહેન કુમારી માયાવતીજીએ આ બંધનાં મૂદ્દે સમર્થન આપી સંવૈધાનિક રીતે સુપ્રિમ કોર્ટનાં જજ કાયદો ન ઘડી શકેસંસદ ભવનમાં જ કાયદા ઘડાય છે. એવી ટકોર કરી હતી. ટંકારા શહેર અને તાલુકામાં મોટેભાગે વેપારી વર્ગો દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યું હતું. અને અનુસુચિત જાતિ. જનજાતિ સમુદાયના લોકોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ટંકારા મામલતદાર મારફતે રાજ્યપાલને આવેદન પત્ર આપવામાં આયુ હતું અને અનામત વિષયે સર્વોચ્ચ અદાલત દ્વારા અપાયેલ જજમેન્ટને સંસદીય પ્રક્રિયાથી સુધારણાં પર લાવવાં અથવા પરત ખેંચવામાં નહીં આવે તો સમસ્ત બહુજન સમાજને ઉગ્ર આંદોલનનાં રસ્તે જવું પડશે તેવી રજૂઆત બહુજન અગ્રણી નાગજીભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.






Latest News