મોરબીના લક્ષ્મીનગર નજીક આર્થિક સંકળામણથી કંટાળીને વૃદ્ધે અણધાર્યું પગલું ભર્યું
SHARE
મોરબીના લક્ષ્મીનગર નજીક આર્થિક સંકળામણથી કંટાળીને વૃદ્ધે અણધાર્યું પગલું ભર્યું
મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયા પાસે રહેતા વૃદ્ધે લક્ષ્મીનગર ગામની સીમમાં કારખાના નજીક આર્થિક સંકળામણના કારણે પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગાહી કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કેરાળા ગામના રહેવાસી અને હાલમાં ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ પાટીદાર ટાઉનશીપમાં બિલ્ડીંગ એ-5 બ્લોક નં- 103 માં રહેતા હરજીવનભાઈ દેવકરણભાઈ ચારોલા (60) એ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં આવેલ બાલાજી સિમેન્ટ પાઇપના કારખાના પાસે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે. અને વૃદ્ધે આર્થિક સંકળામણના લીધે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બાઇક ચોરી
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે દરિયાલાલ મલ્ટિપ્લેક્સની બહારના ભાગમાં મોરબીના આલાપ રોડ ઉપર આવેલ ગંગા ટાવરની બાજુમાં સાયન્ટિફિક ઘડિયાળના કારખાનાના ક્વાર્ટરમાં રહેતા મૂળ ધાંગધ્રા તાલુકાના એંજાર ગામના રહેવાસી કરમણભાઈ રાઘવજીભાઈ કુડેચા (53) નામના આધેડે પોતાનું બાઈક નંબર જીજે 36 એકે 1857 પાર કરીને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે. જેથી કરીને 55,000 ની કિંમત ના બાઈકની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા આધેડ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.