મોરબીના લક્ષ્મીનગર નજીક આર્થિક સંકળામણથી કંટાળીને વૃદ્ધે અણધાર્યું પગલું ભર્યું
મોરબીમાં રિક્ષામાં મુસાફરની જેમ બેઠેલા શખ્સો ઉલટીનું નાટક કરીને વૃદ્ધના ખિસ્સામાંથી રોકડા 20 હજારની કરી ચોરી
SHARE
મોરબીમાં રિક્ષામાં મુસાફરની જેમ બેઠેલા શખ્સો ઉલટીનું નાટક કરીને વૃદ્ધના ખિસ્સામાંથી રોકડા 20 હજારની કરી ચોરી
મોરબીની પરાબજારમાં આવેલ પોસ્ટ ઓફિસમાંથી રૂપિયા ઉપાડીને વૃદ્ધ રિક્ષામાં બેસીને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રિક્ષામાં વૃદ્ધ સાથે બેઠેલા શખ્સે ઉલટીનું બહાનું કર્યું હતું અને ત્યારે રીક્ષા ચાલક અને રિક્ષામાં બેઠેલા શખ્સો દ્વારા વૃદ્ધના 20 હજાર રૂપિયાની ચોરી કરી લેવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હાલમાં રિક્ષા ચાલક અને તેમાં બેઠેલા શખ્સની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ વસંત પાર્કમાં રહેતા અને સેવાપૂજા કરતા મહિપતરામ ભવાનીશંકર રાવલ (79) નામના વૃદ્ધ દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સીએનજી રીક્ષાના ચાલક અને તે રિક્ષામાં બેઠેલા એક શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીની પરા બજાર પોસ્ટ ઓફિસમાં રૂપિયા ઉપાડવા માટે થઈને આવ્યા હતા અને ત્યાંથી રૂપિયા લઈને તેઓ ઉભા હતા દરમિયાન સીએનજી રીક્ષા ચાલક અને તેમાં બેઠેલા અજાણ્યા શખ્સે ફરિયાદીને રિક્ષામાં બેસાડ્યા હતા અને મોરબીની પોસ્ટ ઓફિસથી મણીમંદિર સુધી પહોંચતા ઉલટીનું બહાનું કરીને ફરિયાદીની નજર ચૂકવીને તેના લેંઘાના ખિસ્સામાંથી 20 હજાર રૂપિયાની ચોરી કરી લેવામાં આવી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્ય શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
કાર સાથે ટ્રક અથડાયો
મોરબી અવની ચોકડી પાસે મધર પેલેસ બ્લોક નં- 502 માં રહેતા નિકુંજભાઈ કાંતિભાઈ આખજા જાતે પટેલ (31) એ હાલમાં ટ્રક નંબર જીજે 12 બીટી 7803 ના ચાલક સામે માળિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જણાવ્યું છે કે, માળિયા કચ્છ હાઈવે રોડ ઉપર એરકોન કારખાના પાસેથી તેઓ પોતાની આઈ ટેન કાર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેની કાર નંબર જીજે 36 એસી 8236 ની પાછળના ભાગમાં ટ્રકના ચાલકે તેનું વાહન અથડાવ્યું હતું જેથી કારમાં નુકસાની કરી હતી. અને ત્યારબાદ ટ્રક ચાલક તેના હવાલો વાળો ટ્રક સ્થળ ઉપર મૂકીને નાશી ગયો હતો. જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે