મોરબીમાં યુવાનનું કામમાં મન લાગતું ન હોય અંતિમ પગલું ભર્યું
SHARE









મોરબીમાં કામ કરવા આવેલ પશ્ચિમ બંગાળના યુવાનનું કામમાં મન લાગતું ન હોય ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
પશ્ચિમ બંગાળનો યુવાન મોરબીમાં કામ કરવા માટે થઈને આવ્યો હતો અને મોરબીના લખધીરપૂર રોડે આવેલ કારખાનામાં કામ કરતો હતો જો કે, કામમાં મન લાગી રહ્યું ન હતું અને તેને ઘુટુ ગામની સીમમાં આવેલ કારખાનાની દીવાલ ઉપર લગાવેલ લોખંડની એંગલ સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ પશ્ચિમ બંગાળના બંસીધરપુર ગામનો રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કઝારીયા ઇન્ફાનિટી કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો પુર્ણસીંગ ધીરેનસીંગ આદિવાસી (21) નામના યુવાન ઘૂટું ગામની સીમમાં આવેલ એન્ટીક માર્ગોનાઈટ કારખાનાની દિવાલ ઉપર લગાવવામાં આવેલ લોખંડની એંગલ સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી આ બનાવની હરેશભાઈ કુંડારીયા દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની આગળની વધુ તપાસ વી.ડી. ખાચર ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મૃતક યુવાન ત્રણ દિવસ પહેલા પોતાના વતનમાંથી અહીંયા કામ કરવા માટે થઈને આવ્યો હતો. પરંતુ તેનું કામમાં મન લાગતું ન હતું અને તે ગુમસુમ રહેતો હતો અને દરમિયાન તેણે આ પગલું ભરી લીધું છે. જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દવા પી જતા વૃદ્ધ સારવારમાં
મોરબી તાલુકાના થોરાળા ગામે રહેતા મગનભાઈ લાલાભાઇ પટેલ નામના 80 વર્ષના વૃદ્ધ કોઈ અગમ્ય કારણોસર તેઓના ઘરે ઝેરી દવા પી ગયા હતા.જેથી મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. બનાવની હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને કારણ સંદર્ભે આગળની તપાસ કરવામાં આવી રહી છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે રહીને મજૂરી કામ કરતો ગુલાબસિંહ લાભુભાઈ આદિવાસી નામનો 29 વર્ષનો યુવાન ગોર ખીજડીયા અને વનાળીયા ગામ વચ્ચેથી જતો હતો ત્યાં રસ્તામાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જેની જાણ થતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ તપાસ કરી હતી.
મજૂર યુવાન સારવારમાં
મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે આવેલ ક્લેસ્ટોન સીરામીકમાં કામ દરમિયાન લોડર મશીનનું ટાયર ફાટવાથી અકસ્માત બનાવ બન્યો હતો જેમાં પવન ગંગારામ જાદવ નામના યુવાનને ઇજાઓ થતા શિવમ હોસ્પિટલએ સારવાર માટે લઈ જવા આવ્યો હતો અને બનાવને પગલે હોસ્પિટલમાંથી યાદી આવતા હાલ તાલુકા પોલીસ મથકના જનકસિંહ પરમાર આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.
