ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

ટંકારામાં રક્ષાબંધને ભાઈને રાખડી બાંધીને રાજકોટ પરત જતી બહેનને રસ્તામાં કાળનો ભેટો: ઇજાગ્રસ્ત બનેવી સારવારમાં


SHARE

















ટંકારામાં રક્ષાબંધને ભાઈને રાખડી બાંધીને રાજકોટ પરત જતી બહેનને રસ્તામાં કાળનો ભેટો: ઇજાગ્રસ્ત બનેવી સારવારમાં

રક્ષાબંધનના દિવસે રાજકોટ થી દંપતી ટંકારા ખાતે રાખડી બંધાવવા માટે થઈને આવેલ હતું અને ત્યાંથી મીતાણા ગામે માતાજીના મંદિરે દર્શન કરીને તેઓ પરત રાજકોટ તરફ જતા હતા ત્યારે મીતાણાના ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી પતિની નજર સામે પત્નીનું મોત નીપજ્યું હતું અને પતિને પણ જમણા પગમાં ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં આ બનાવ સંદર્ભે ટ્રક ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના શક્તિનગર ગામના રહેવાસી અને હાલમાં રાજકોટ મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોક બ્રાહ્મણી પાર્ક-2 શેરી નં-4 માં રહેતા ગણેશભાઈ મેઘજીભાઈ ગજેરા (61) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 12 એટી 8487 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યુ છેકે, તેઓ પોતાના પત્ની ગોદાવરીબેન ગણેશભાઈ ગજેરા (59) ની સાથે રાજકોટથી રક્ષાબંધનનો તહેવાર હોય ટંકારા ખાતે ફરિયાદીના બહેન અને ગોદાવરીબેનના ભાઈ ટંકારામાં રહેતા હોવાથી ત્યાં રાખડી બંધાવવા માટે થઈને આવ્યા હતા અને રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ કરીને તેઓ સાંજે ચારેક વાગ્યાના અરસામાં ટંકારાથી પરત રાજકોટ જવા માટે નીકળ્યા હતા અને મીતાણા ગામ પાસે તેઓના માતાજીનું મંદિર હોય ત્યાં દર્શન કરીને મીતાણાના ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ પાસેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે એમએફ 6838 લઈને જતા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓના બાઈકને હેડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બાઇક ચાલક ગણેશભાઈ ગજેરાને જમણા પગના ઢીંચણના ભાગે ગંભીર ઈજા થઈ હતી જોકે તેમના પત્ની ગોદાવરીબેનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી પતિની નજર સામે જ પત્નીનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં ગણેશભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News