મોરબીના યુવક સાથે પરણીને આવેલ નાગાલેન્ડની યુવતીનું બીમારી સબબ મોત મોરબીના યુવાન ઉપર રાજકોટમાં છરીથી હુમલો મોરબીમાં દેવેનભાઇ રબારીની દીકરીના જન્મદિવસની સેવામય ઉજવણી કરાઇ મોરબીમાં સ્વ.સંગીતાબેનની સ્મૃતિમાં કુંડારીયા-ભાટિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો મોરબીના રણછોડનગર વિસ્તારમાં એક જ રાતમાં 4 કારના કાચમાં તોડફોડ મોરબીના જૂની પીપળી ગામે વાડામાંથી એક ભેંસ-બે પાડીની ચોરીના ગુનામાં રીઢા આરોપીની ધરપકડ વાંકાનેર અને મોરબીમાં દારૂની 5 રેડ: 2500 લિટર આથો, 14 બોટલ દારૂ અને 2 બિયરના ટીન કબજે હળવદના દેવપુર નજીક ટ્રેક્ટરને હડફેટે લઈને ખેડૂત યુવાનનું મોત નિપજાવનાર એસટીની વોલ્વો બસના ચાલક સામે ગુનો નોંધાયો: રફાળેશ્વર ગામેથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી જગ્યાએ જુગારની વધુ ચાર રેડ: 17 શખ્સો સાથે 70,930 ની રોકડ કબજે


SHARE











મોરબીમાં જુદીજુદી જગ્યાએ જુગારની વધુ ચાર રેડ: 17 શખ્સો સાથે 70,930 ની રોકડ કબજે

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે જુદાજુદા ચાર સસ્થળે જુગારની રેડ કરી હતી ત્યારે કુલ મળીને 17 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા તેની પાસેથી 70930 ની રોકડ કબજે કરેલ છે અને ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં શીવ કોમ્પલેક્ષની બાજુમા શીતલ આઇસ્ક્રીમની બાજુમાં જુગારની રેડ કરી હતી ત્યારે યશપાલસિંહ કૃષ્ણસિંહ ઝાલા (25), પ્રતીપાલસિંહ રાજુભા રાઠોડ (25), રાજદિપસિંહ બલભદ્રસિંહ ઝાલા (24), પ્રકાશભાઇ કનૈયાલાલ ડાખોર (31), ઉદયરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા (27), જયભાઇ હીતેષભાઈ રામાનુજ (22) મનદીપસિંહ હરદેવસિંહ જાડેજા (33) અને કુલદીપસિંહ વિભાજી જાડેજા (35) રહે. બધા જ મોરબી વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા 25980 ની રોકડ કબજે કરી હતી અને ગુનો નોંધાયેલ છે.

મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે આવેલ કાંતીનગર સ્કુલની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઇરફાનભાઇ અબ્બાસભાઇ ભટ્ટી (19), ફિરોજભાઇ કરીમભાઇ ભટ્ટી (27), જુસબભાઇ તાજમામદ ભટ્ટી (35) અને રવિભાઇ ભીખાભાઇ ચાવડા (22) મળી આવ્યા હતા જેથી પોલીસે 20100 ની રોકડ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબીમાં કુબેરના ઢાળ ઉપર હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે ખુલ્લા પટ્ટમાં જાહેરમાં જુગાર રમતા અમરભાઇ અવચરભાઈ અગેચણીયા (32) અને અમીતભાઇ નવઘણભાઇ આંતરેસા (28) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડા 10340 કબજે કર્યા હતા.

મોરબીના કાંતીનગર સ્કુલની બાજુમા ખુલ્લા પટ્ટમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સલીમભાઇ ઓસમાણભાઇ મોવર (37), સલીમભાઇ કરીમભાઇ ભટ્ટી (42) અને સોહીલભાઇ આદમભાઇ ભટ્ટી (28) રહે. બધા કાંતીનગર મોરબી વાળની મળી આવતા તેની ધરપકડ કરી હતી અને રોકડ રૂપિયા 14510 કબજે કરેલ છે.






Latest News