મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

માળીયા (મી) ના કુંભારીયા ગામે પિયતનું પાણી ખેતરે લઈ જવા મોટરનું રીપેરીંગ કામ કરતા આધેડને શોર્ટ લાગતાં મોત


SHARE





























માળીયા (મી) ના કુંભારીયા ગામે પિયતનું પાણી ખેતરે લઈ જવા મોટરનું રીપેરીંગ કામ કરતા આધેડને શોર્ટ લાગતાં મોત

માળીયા મીયાણા તાલુકાના કુંભારીયા ગામની સીમમાં નર્મદાની કેનાલ પાસે ઈલેક્ટ્રીક મોટરનું રીપેરીંગ કામ કરતા સમયે ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો. જેથી આધેડનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના ભાઈએ માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના કુંભારિયા ગામે રહેતા મનહરભાઈ કરશનભાઈ લોરીયા (50) નામના આધેડ ગામની સીમમાં નર્મદાની કેનાલ પાસે પોતાના ખેતરે પિયત કરવા માટે થઈને ઇલેક્ટ્રીક મોટરનું રીપેરીંગ કરતા હતા.તે વખતે તેમને અકસ્માતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો.જેથી તે આધેડનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મૃતકના ભાઈ મહેશભાઈ કરશનભાઈ લોરીયા રહે.કુંભારિયા વાળા માળીયાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા. આ બનાવની તેઓના મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલ મહાકાળી ઓઇલ મીલની બાજુમાં રહેતા વિરમ ધનજીભાઈ સીપરા નામના 27 વર્ષના યુવાનને રાત્રિના દસેક વાગ્યાના અરસામાં રહેણાંક વિસ્તાર નજીક બોલાચાલી થયા બાદ મારામારીના બનાવમાં ઈજાઓ થઈ હતી.જેથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાંથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા સ્ટાફના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરાઈ હતી.તેમજ મારામારીનો બીજો બનાવ મોરબીના સામાકાંઠે આવેલા નટરાજ ફાટકની પાસે બન્યો હતો.જેમાં ત્યાં રહેતા કેતન બાબુભાઈ નામના 32 વર્ષના યુવાનને ઘર નજીક બોલાચાલી થયા બાદ મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.

બાઈક અકસ્માતમાં ઇજા

મોરબીના જોધપર નદી ગામે રહેતો મુકેશ રામલાલ મેડા નામનો 30 વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો.ત્યારે જોધપર ગામ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં તેને બેભાન હાલતમાં અહીંની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલમાંથી તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવતા હાલ સ્ટાફના ફિરોજભાઈ સુમરા આ બનાવ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

ઝેરી અસર થતા સારવારમાં

હળવદના વાડી વિસ્તારમાં ખેતરમાં કામ કરતા સમયે દવા છાંટવા માટે બોટલનું ઢાંકણું મોં વડે ખોલવા જતા ઝેરી દવા મોઢામાં લાગી ગઈ હતી જેથી અસર થવાથી વિજયભાઈ તડવી નામના 42 વર્ષના યુવાનને મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ તરફથી પોલીસમાં જાણ કરાતા બી ડિવિઝનના જગદીશભાઈ ડાંગરએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.
















Latest News