મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબી નજીક બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગ ચગદાઈ ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE





મોરબી નજીક બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગ ચગદાઈ ગયેલ યુવાનનું સારવારમાં મોત

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ આઈટીઆઈથી આગળના ભાગમાં દંપતી તેના દીકરાની સાથે બાઈકમાં જઇ રહ્યું હતું ત્યારે ડમ્પરના ચાલાકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મહિલાને તથા તેના બાળકને ઇજાઓ થઈ હતી અને બાઈક ચાલક યુવાનના જમણા પગના સાથળ ઉપરથી ડમ્પરના તોતિંગ વ્હીલ ફરી જવાના કારણે તેને ગંભીર ઇજા થઈ હોય પ્રથમ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ત્યારબાદ ત્યાંથી રાજકોટ અને અમદાવાદ સરકારી હોસ્પિટલ સુધી સારવાર માટે લઈ ગયા હતા જો કે સારવાર કારગત ન નીવડતા તેનું મોત નીપજ્યું હતું જે બનાવમાં મૃતકની પત્નીની ફરિયાદ લઈને પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટા ઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં ઉંચી માંડલ ગામ પાસે આવેલ જીઓબાથ સેનેટરી વેર કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા મંજુલાબેન રંગીતભાઈ રાઠવા (34) એ હાલમાં ડમ્પર નં. જીજે 36 વી 9144 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ આઈટીઆઈથી આગળના ભાગમાં ઉમિયા પાર્ક સોસાયટીના નાકા પાસેથી ફરિયાદી મહિલા તેના પતિ રંગીતભાઈ ઉર્ફે રણજીતભાઈ કાદવાભાઈ રાઠવાના બાઈકમાં તેના દીકરા વનરાજ સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈક નંબર જીજે 34 એફ 6176 ને ડમ્પરના ચાલકે હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ફરિયાદી તથા તેના દીકરાને મૂઢ ઇજા થયેલ હતી અને ફરિયાદીના પતિના જમણા પગના સાથળના ભાગ ઉપરથી ડમ્પરનું ટાયર ફરી જતા પગ ચગડાઈ ગયો હતો જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન રંગીતભાઈ રાઠવાનું મોત નીપજયું છે જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર મૂકીને નાસી છૂટેલા ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઈ એબી મિશ્રા ચલાવી રહ્યા છે.

આધેડ સારવારમાં

મોરબીના સામાકાંઠે ભીમસર વિસ્તારમાં રહેતા જયંતીભાઈ નાથાલાલભાઈ નામના 55 વર્ષના આધેડ બાઈકના પાછળમાં બેસીને જતા હતા.ત્યારે રસ્તામાં કોઈ અજાણ્યુ જનાવર તેમની સાથે અથડાતા તેઓને અકસ્માતે ઈજા થતાં સારવાર માટે ખસેડાયા હતા અને બી ડિવિઝનમાં જાણ થતા સ્ટાફના જગદીશભાઈ ડાંગરે તપાસ કરી હતી.જ્યારે મોરબીના બેલા ગામ પાસે આવેલ કારખાનામાં રહીને મજૂરી કામ કરતા સમયે સાપ કરડી જવાથી જ્યોતિભાઈ સેવાભાઈ પ્રિયા નામના 35 વર્ષના યુવાનને સારવાર માટે ખસેડાયો હતો.

મારામારીમાં ઈજા

મોરબીના ઘુંટુ ગામે પતિ દ્વારા માર મારવામાં આવતા મીરાબેન કુંદનભાઈ મેડા નામની 35 વર્ષીય મહિલાને સારવાર માટે લાવવામાં આવી હતી.મારામારીનો બીજો બનાવ મોરબીના નવલખી રોડ ધકાવારી મેલડી માતા મંદિર નજીક બની હતી.જેમાં દશરથ બીજલભાઇ કુંઢીયા (ઉમર 22) રહે.સામાકાંઠે મોરબી-૨ વાળાને ઇજાઓ થવાથી સિવિલે સારવાર માટે લઈ જવાયો હતો અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના યુ.જે.ટાપરિયાએ તપાસ કરી હતી.




Latest News