મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પંચાયતના સભ્યના પુત્ર સહીત ઉમા હોટલની રૂમમાં જુગાર રમતા 15 શખ્સ 4.08 લાખની રોકડ સાથે પકડાયા


SHARE

















મોરબી તાલુકા પંચાયતના સભ્યના પુત્ર સહીત ઉમા હોટલની રૂમમાં જુગાર રમતા 15 શખ્સ 4.08 લાખની રોકડ સાથે પકડાયા

મોરબી એલસીબીના સ્ટાફે બાતમીને આધારે મહેન્દ્રનગર ગામે ઉમા હોટલમાં રેડ કરી હતી.ત્યારે હોટલના રૂમમાં જુગાર રમી રહેલા ૧૫ પત્તા પ્રેમીઓની રોકડા રૂપિયા ૪,૦૮,૦૦૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી.વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી  પ્રમાણે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ ઉમા હોટલમાં પોલીસે રેડ કરી ત્યારે તાલુકા મોરબી પંચાયતના સદસ્યાના પુત્ર સહિત 15 પત્તા પ્રેમીઓ જુગાર રમતા મળી આવ્યા હતા.

મોરબી એલસીબીના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબીના મહેન્દ્રનગર ગામે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ ઉમા હોટલમાં રેડ કરવામાં આવતા ત્યાં બે રૂમની અંદર જુગાર રમવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું અને ત્યારે જુગાર રમી રહેલા કિશન જયંતી સેરસિયા (૨૪) રહે.હનુમંત એપાર્ટમેન્ટ ધાયડી વિસ્તાર મહેન્દ્રનગર, સવજી મોહન સરડવા (૫૦) રહે.ઉમા રેસીડેન્સી મહેન્દ્રનગર, અક્ષય રણછોડ અઘારા (૩૦) રહે.લક્ષ્મી ટાવર રોયલ પાર્ક, અમૃતલાલ ભગવાનજી વિરમગામા (૫૭) રહે.હરિકુંજ એપાર્ટમેન્ટ મહેન્દ્રનગર, ચંદ્રેશ ભગવાનજી લોરીયા (૩૪) રહે.હનુમંત એપાર્ટમેન્ટ મહેન્દ્રનગર, ભાવેશ ગોવિંદ પાંચોટિયા (૩૫) રહે.પાવન પાર્ક શેરી નંબર-૧, જીતેન્દ્ર કાનજી થોરીયા (૩૨) રહે.મહેન્દ્રનગર, ભરત વિઠ્ઠલ સંઘાણી (૩૮) રહે.સિદ્ધિવિનાયક ટાઉનશિપ પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટ મહેન્દ્રનગર, હસમુખ દેવજી દસાડિયા (૪૫) રહે.સિદ્ધિ વિનાયક ટાઉનશીપ રિદ્ધિ પેલેસ મહેન્દ્રનગર, શૈલેષ લાલજી ગોઠી (૩૮) રહે. સિદ્ધિ વિનાયક સોસાયટી પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટ, વિશાલ ડાયાલાલ બાપોદરીયા (૨૬) રહે.તિરૂપતિ હાઇટ સોમનાથ પાર્ક, જયેશ પસાભાઈ ભટાસણા (૩૨) રહે.સિદ્ધિ વિનાયક સોસાયટી નિધિ એપાર્ટમેન્ટ, અભય બાલાશંકર દવે (૪૮) રહે.નવી પીપળી તા.મોરબી, વિરેન્દ્ર હરજીવન વરસડા (૪૫) રહે.ક્રાંતિજ્યોત પાર્ક મહેન્દ્રનગર અને ફેનીલ કિરીટ ભુત (૨૪) રહે.બિલવા ટ્રેડ શિવ કોર્પોરેશન ઓફિસ પાસે મૂળ રહે.ગોંડલ ચોકડી કલ્પવન સોસાયટી રાજકોટ વાળાઓ ઉમા હોટલના રૂમમાં જુગાર રમી રહ્યા હોય તેઓની રોકડા રૂપિયા ૪,૦૮,૦૦૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી.જોકે રોકડ રકમ જ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે એટલે કે ૧૫ પૈકી કોઈપણ જુગારી મોબાઈલ લઈને જુગાર રમતા ન હતા તેવું સમજી શકાય..?
ઘુંટુ ગામે જુગાર રમતા ત્રણ પકડાયા
મોરબી તાલુકા પોલીસ મથકના સ્ટાફને મળેલ બાતમીને આધારે સ્ટાફે મોરબીના ઘુંટુ ગામે ગુંદીવાળી શેરીમાં રેડ કરી હતી.ત્યાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમવામાં આવી રહ્યો હોય સ્થળ ઉપરથી નારણ ઉર્ફે લાલજી દેવજી માલકીયા (૩૨), સાગર દેવજી માલકીયા (૨૭) અને અરવિંદ ચુનીલાલ સુરેલા (૩૨) રહે.ત્રણેય ઘુંટુ વાળાઓની રોકડા રૂપિયા ૧૦,૬૦૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી અને જુગારધારા હેઠળ ગુનો દાખલ કરાયો હતો.




Latest News