વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

શ્રાવણ મહિનામાં વાચો ભગવાન શિવ ના પુત્ર ગણેશજીના વિવાહ વિશે


SHARE

















શ્રાવણ મહિનામાં વાચો ભગવાન શિવ ના પુત્ર ગણેશજીના વિવાહ વિશે

ભગવાન શ્રી ગણેશજીના વિવાહ ત્વષ્ટા પ્રજાપતિના પુત્ર પ્રજાપતિ વિશ્વરુપ ની કન્યાઓ સાથે થયા હતા

સંશોધન & સંકલન - પરમ જોલાપરા (ગજ્જર)
" સાહિત્ય પ્રેમી"

શિવમહાપુરાણ ના કુમારખંડના વીસમા આધ્યાય ના ઉલ્લેખ મુજબ ગણેશજી ના વિવાહ એ પ્રજાપતિ વિશ્વરુપ ની સિધ્ધિ અને બુદ્ધિ નામક કન્યાઓ સાથે થયા હતા.

ભગવાન શ્રી વિશ્વકર્મા ના દસ અવતાર મનાય છે તેમાના એક અવતાર ત્વષ્ટા વિશ્વકર્મા ના પુત્રનું નામ વિશ્વરુપ (ત્રિશિરા) હતું.તેનું વર્ણન મહાભારતના ઉદ્યોગપર્વ અંર્તગત સેનોદ્યોગપર્વ એમજ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ ના છઠ્ઠા સ્કંદમાં જોવા મળે છે.

પ્રથમતો ગણેશજીના વિવાહ કઈ રીતે થાય એ વિશે જોઈએ તો શિવમહાપુરાણના કુમારખંડના ઓગણીસમા આઘ્યાયમાં જોવા મળતા વર્ણન મુજબ જ્યારે શિવા-શિવે કાર્તિકેય અને ગણેશના વિવાહ કરવાનું નક્કી કર્યું ત્યારે પ્રથમ કોના વિવાહ કરવા તે પ્રશ્ન હતો. બને લગ્ન માટે ઉત્સુક હતા. ત્યારે શિવા-શિવે પૃથ્વીની જે પ્રથમ પ્રદક્ષિણા કરીને આવે તેના પ્રથમ વિવાહ થાય આવી શરત રાખી. ત્યારે ઝડપભેર કાર્તિકેયજી નીકળી ગયા અને બુધ્ધિના દાતા ગણેશજી એ માતા પિતા માટે પૂજનનું આસન તૈયાર કરી માતા પિતા ને સર્વ તિર્થમય ગણીને તેમની સાત વાત પ્રદક્ષિણા કરી. આથી પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ તેમને મેળવ્યું. આથી પ્રસન્ન ચિતે શિવા-શિવે ગણેશજીના વિધિપૂર્વક પ્રથમ વિવાહ કરવાનું નક્કી કર્યું. આ સમગ્ર કથા વિસ્તાર પૂર્વક શીવમહાપુરણ ના કુમારખંડના ઓગણીસમા આઘ્યાયમાં આપેલ છે.

શિવમહાપુરાણ કુમાંરખંડ ના વિશમાં આઘ્યાય મુજબ - 

एतस्मिन्नन्तरे तत्र विश्वरूपः प्रजापतिः।
तदुद्योम संवियायॅ सुखमाय प्रसन्नधीः।।१

આ વચ્ચે વિશ્વરુપ નામના પ્રજાપતિ શિવા-શિવના આ નિર્ણયને જાણીને પ્રસન્ન થયાં .૧.

विश्वरूपप्रजेशस्य दिव्यरूपे सुते उभे ।
सिद्धिबुद्धिरिति ख्याते शुभे सर्वांगशोभने ॥ २

તે વિશ્વરુપ પ્રજાપતિની સિધ્ધિ - બુધ્ધિ નામની બે કન્યાઓ હતી જે સર્વાંગસુંદરી અને દિવ્ય રુપવાન હતી .૨.

ताभ्यां चैव गणेशस्य गिरिजा शंकरः प्रभू।
महोत्सवं विवाहं च कारयामासतुर्मुदा ॥ ३
 संतुष्टा देवताः सर्वास्तद्विवाहे समागमन् । 
यथा चैव शिवस्यैव गिरिजाया मनोरथः ॥ ४
तथा च विश्वकर्माऽसौ विवाहं कृतवांस्तथा। 
तथा च ऋषयो देवा लेभिरे परमां मुदम् ॥ ५

ગિરિજા એવં મહેશ્વરને આનંદપૂર્વક તે બંનેના ગણેશજી સાથે વિવાહ મહોત્સવપૂર્વક કર્યા. બધા દેવતા પ્રસન્ન થઈને તે વિવાહમાં આવ્યા. જેવો પાર્વતી અને શંકરનો મનોરથ હતો તેવી જ રીતે વિશ્વકર્મા એ (બહુજ પ્રસન્નતાપૂર્વક ) ગણેશજીના વિવાહ કર્યા. દેવતા તથા ઋષિગણ બહુ પ્રસન્ન થયા. ૩-૫

गणेशोऽपि तदा ताभ्यां सुखं परमदुर्लभम् । 
प्राप्तवांश्च मुने तत्तु वर्णितुं नैव शक्यते ॥ ६
कियता चैव कालेन गणेशस्य महात्मनः । 
द्वयोः पत्न्योश्च द्वौ दिव्यौ तस्य पुत्रौ बभूवतुः ॥ ७

તે સમય ગણેશજી ને પણ તે બંનેથી અતિ દુર્લભ સુખ પ્રાપ્ત થયું તેના સુખનું વર્ણન થઈ શકે તેમ નથી. થોડા સમય વીત્યા બાદ મહાત્મા ગણેશજીને તે બંને પત્ની થી બે દિવ્ય પુત્ર ઉત્પન્ન થયા .૬-૭
 
सिद्धेर्गणेशपत्न्यास्तु क्षेमनामा सुतोऽभवत्। 
बुद्धेर्लाभाभिधः पुत्रो ह्यासीत्परमशोभनः ॥ ८

ગણેશજી સિધ્ધિ નામની પત્નીથી "ક્ષેમ" નામક પુત્ર થયા અને બુદ્ધિથી "લાભ" નામક પરમ સુંદર પુત્ર ઉત્પન્ન થતા. ૮

----------------------------------------

પ્રજાપતિ વિશ્વરુપ વિશે જોઈએ તો  શ્રીમદ્ ભાગવત મહાપુરાણના  છઠ્ઠા સ્કંદના સાતમા આધ્યાય માં એમજ મહાભારતના ઉદ્યોગપર્વ અંતર્ગત સેનોદ્યોગપર્વના નવમા આધ્યાય માં વર્ણન આપેલ છે 
 
• વિશ્વરુપની ઉત્પત્તિનું વર્ણન મહાભારત મુજબ

त्वष्टा प्रजापतिह्यांसीद् देवश्रेष्ठो महातपाः । 
स पुत्रं वै त्रिशिरसमिन्द्रद्रोहात् किलासृजन् ॥

ત્વષ્ટા નામક એક પ્રસિદ્ધ પ્રજાપતિ હતા , જે દેવતાઓમાં શ્રેષ્ઠ અને મહાન તપસ્વી માનવામાં આવતા હતા કહેવામાં આવે છે કે ઇન્દ્ર પ્રતિદ્રોહબુદ્ધિ થવાથી તેમને એક ત્રણ મસ્તક વાળો પુત્ર ઉત્પન્ન કર્યો.

ऐन्द्र स प्रार्थयत् स्थानं विश्वरूपो महाद्युतिः । 
तैस्त्रिभिर्वदनैघोरैः सूर्येन्दुज्वलनोपमैः ।।

એ મહાન તેજસ્વી બાળકનું નામ હતું વિશ્વરુપ સુર્ય ચંદ્ર તથા અગ્નિ સમાન તેજસ્વી એમજ ભયંકર પોતાના ત્રણ મુખો દ્વારા ઇન્દ્રનું સ્થાન પામવાની પ્રાથના કરતો હતો.

वेदानेकेन सोऽधीते सुरामेकेन चापिबत् ।
 एकेन च दिशः सर्वाः पिबन्निव निरीक्षते ।।

તે પોતાના એક મુખથી વેદોનું સ્વાધ્યાય કરતો બીજાથી સુરાપાન કરતો અને ત્રીજાથી સંપૂર્ણ દિશાઓને એવી રીતે જોતો કે જાણે તેને પી જશે. 

स तपस्वी मृदुर्दान्तो धर्मे तपसि चोद्यतः । 
तपस्तस्य महत् तीव्र सुदुश्चरमरिंदम ।।

ત્વષ્ટાનો તે પુત્ર કોમળ સ્વભાવવાળો , તપસ્વી, જીતેન્દ્રિય ધર્મ અને તપસ્યા માટે હંમેશ ઉદ્યત રહેવાવાળો હતો તેનું ભારે તપ એ બીજા માટે અત્યંત દુષ્કર હતું.
(સંદર્ભ મહાભારત ઉદ્યોગપર્વ અંતર્ગત સૌનોદ્યપર્વનો નવમો આઘ્યાય)

• શ્રીમદ્ ભાગવત મહાપુરાણ મુજબ

જ્યારે ઈન્દ્રને ત્રિલોકનું ઐશ્વર્ય મેળવીને અભિમાન આવી ગયું હતું ત્યારે એક દિવસ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ એ ઇન્દ્રની સભામાં પહોચ્યા બૃહસ્પતિજી ના આગમનથી તમામ દેવો એ તેમનું સત્કાર કર્યો પરતું ઇન્દ્ર એ ન તેમનો સત્કાર કર્યો કે ન પોતનુ સ્થાન છોડ્યું. ત્યારે બૃહસ્પતિજી ઐશ્વર્ય ના મદનો દોષ જાણી ગયા એને તેઓ ત્યારે નીકળી ગયા. ઈન્દ્રને ભાન આવ્યું કે તેનાથી ભૂલ થઈ છે તે ભરી સભામાં પોતાની જ નિંદા કરવા લાગ્યા. જ્યારે દૈત્યોને દેવો અને બૃહસ્પતિના મત ભેદ વિશે જાણ થઈ કે દૈત્યોએ દેવો પર આક્રમણ કર્યુ. 

ત્યારે ઇન્દ્ર સહિત બધા દેવોએ બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજી એ એક ઉપાય આપ્યો કે તમે ત્વષ્ટાના પુત્ર વિશ્વરુપ પાસે જાઓ તે તમારી બાજી સુધારશે. 

બ્રહ્માજીના કહેવાથી બધા દેવતાઓ વિશ્વરુપ પાસે જઈને પુરોહિતી માટે પ્રાથના કરવા લાગ્યા ત્યારે વિશ્વરુપે દેવતાઓની પ્રાથના માન્ય રાખી પુરોહિતી કરવા માટે તૈયાર થયા. દૈત્યોના ગુરુ શુક્રાચાર્યએ નીતિ બળથી અસુરોની સંપત્તિ સુરક્ષિત કરી હતી તે પણ વિશ્વરુપે વૈષ્ણવી વિદ્યાના પ્રભાવથી પાછી લઈ દેવરાજ ઈન્દ્રને પાછી આપી હતી.જ્યારે દેવતાઓએ વિશ્વરુપને પુરોહિત બનાવ્યા ત્યારે તેમને દેવરાજના પ્રશ્ન પૂછવા પર નારાયણ કવચનો ઉપદેશ આપ્યો હતો ( શ્રીમદ્દ ભાગવત મહાપુરાણના છઠ્ઠા સ્કંદ ના આઠમા આધ્યાયમાં નારાયણ કવચ વિશે આપેલ છે )

વિશ્વરુપ ને ત્રણ મસ્તક હતા એક મુખથી સોમરસ બીજા મુખથી  સુરાપાન અને ત્રીજા મુખથી અન્ન ગ્રહણ કરતો. તેમના પિતા ત્વષ્ટા આદિ બાર આદિત્ય દેવતા હતા. તેથી તે યજ્ઞમાં પ્રત્યક્ષરુપથી ઉંચા સ્વરે વિનયપૂર્વક દેવતાઓને આહુતિ આપતા. તેની(વિશ્વરુપની) માતા અસૂરકુળ ની હોવાથી માતૃ સ્નેહથી વશીભૂત થઈને યજ્ઞ સમયે તે છુપાઈને અસુરને આહુતિ આપતા. આ વાતની જાણ ઈન્દ્રને થતા ઇન્દ્ર એ કોપાયમાન થઈને વિશ્વરુપના ત્રણ મસ્તક કાપી નાખ્યાં.

વિશ્વરુપના મૃત્યુ બાદ રોષે ભરાયેલા ત્વષ્ટાએ શત્રુ ઉત્પન્ન કરવા માટે હવન કર્યો અને તેમાંથી જે દૈત્ય ઉત્પન્ન થયો તેનું નામ વૃત્રાસુર પડ્યું. વૃત્રાસુર સાથે દેવતાનું ભીષણ યુધ્ધ થયું પણ વૃત્રાસુર તેમના સઘળા અસ્ત્ર-શસ્ત્ર ગળી જતો આથી આશ્ચર્ય પામેલા દેવો એ ભગવાન શ્રી નારાયણની શરણમાં ગયા અને તેમની સ્તુતિ કરી.

આદિપુરુષ શ્રી નારાયણે દેવતાઓની સ્તુતિથી પ્રસન્ન થયા અને દધીચિ ઋષિ પાસે જઈને તેમનું શરીર માંગી લો અને વિશ્વકર્મા પાસેથી એક શ્રેષ્ઠ આયુધ તૈયાર કરાવો. એ અસ્ત્રથી તમે વૃત્રાસુર નો વધ કરી શકીશો.

ભગવાનના વચન પ્રમાણે દધીચિ પાસે જઈને માગણી કરી ઋષિ દધીચિ ખુશીથી તેમની ઈચ્છા પૂરી કરી તેમને સ્થૂળ શરીરનો ત્યાગ કર્યો. વિશ્વકર્માજી એ દધીચિ ઋષિના હાડકામાંથી વજ્ર બનાવ્યું અને વૃત્રાસુરની સેના પર દેવોએ આક્રમણ કર્યું. વિવિધ અસ્ત્રો શસ્ત્રો દેવો પાસે જઈને વૃત્રાસુરના  અનુયાયીઓ એ ત્યાંથી પલાયન કરી ગયા.

વૃત્રાસુર એ વીર પુરુષ હતો તેમની વિરવાણી અને ભગવત પ્રાપ્તિની ઈચ્છા વિશે આગિયારમાં આઘ્યાયમાં વિસ્તાર પૂર્વક જોવા મળે છે. વૃત્રાસુર ના વધ વિશે બારમા આઘ્યાયમાં સંપૂર્ણ વર્ણન છે. વૃત્રાસુર ના વધ વિશે બારમા આઘ્યાયમાં સંપૂર્ણ વર્ણન છે. વૃત્રાસુર એ રણભૂમિમાં પોતાનું શરીર ત્યાગવા માંગતો હતો તેના વિચારથી ભગવાનને પ્રાપ્ત થવું યે શ્રેષ્ઠ છે આથી આદીનારાયણ ભગવાનના વચન મુજબ તે ઇન્દ્ર ને પોતાના પર વજ્રનો પ્રહાર કરવાવા જણાવે છે. ઇન્દ્રએ તેનો આદર કર્યો અને અંતે વૃત્રાસુર એ જ્યારે ઈન્દ્રને ઐરાવત હાથી સહિત ગળી ગયો ત્યારે નારાયણકવચથી સુરક્ષિત ઇન્દ્ર એ વજ્રથી તેની કોખ ફાડી નાખી અને પેટથી બહાર નીકળી તેનું પર્વતના શિખર સમાન મસ્તક કાપી નાખ્યુ
(સંદર્ભ - શ્રીમદ્ ભાગવત મહાપુરાણ છઠ્ઠો સ્કંદ સાતથી બાર આઘ્યાય)

• વૃત્રાસુરની આગળની કથા મહાભારત મુજબ 

મહાભારતનાં ઉદ્યોગપર્વ અંતગર્ત સૌનોદ્યપર્વ ના નવમા આધ્યાય મુજબ

નવમા આઘ્યાયની શરૂઆતમાં યુધિષ્ઠિરએ શલ્યને પૂછે છે કે પત્ની સહિત ઇન્દ્ર એ કેવી રીતે અત્યંત ભયંકર દુઃખ પ્રાપ્ત કર્યું હતું તે કથા સ્વરૂપે શલ્ય સંભળાવે છે. 

વૃત્રાસુરની ઉત્પત્તિનું વર્ણન આપણે જોયું ત્યારબાદ આગળની કથા પ્રમાણે વિશ્વરુપનું તપ જોઈને ઈન્દ્રને ચિંતા થવા માંડી કે હવે વિશ્વરુપ એ ઇન્દ્ર ન બની જાય. બહુ વિચાર કર્યા બાદ વિશ્વરુપ (ત્રીશિરા) નું તપ ભંગ કરવા માટે ઈન્દ્ર એ અપ્સરાઓ ને વિશ્વરુપ પાસે મોકલે છે. અપ્સરાઓ એ વિશ્વરુપ ને મોહિત કરવાના અથાગ પ્રયત્ન કરવા છતાં તેઓ નિષ્ફળ રહ્યા. આથી તેઓ ઇન્દ્ર પાસે જઈને વિનમ્રતા પૂર્વક કહ્યું કે ત્રિશિરા એ દુષ્કર તપસ્વી છે તેને વિચલિત કરી શકાય તેમ નથી. અપ્સરાઓને વિદાય આપીને ઈન્દ્ર એ ત્રિશિરાના વધ ના નિર્ણય પર પહોંચી ગયા. તેણે ત્રિશિરા પર વજ્ર નો પ્રહાર કર્યો વજ્ર પ્રહાર થી ત્રીશિરાનું મસ્તક એ પર્વતના શિખર માફક એ પૃથ્વી પર પડ્યું. પ્રાણશૂન્ય થવા છતાં ઇન્દ્ર અને શાંતિ ન થઈ તેઓ તેના તેજથી વ્યાકુળ થઈ રહ્યા હતા ત્યાં એક કઠિયાર એ ત્યાંથી પસાર થયો . ઇન્દ્ર એ કથીયારને ઝડપથી શવના મસ્તકના ટુકડા કરવાનો આદેશ આપ્યો.

કઠિયારે ઇન્દ્ર ને તેમનો પરિચય પૂછ્યો. દેવરાજે પરિચય આપ્યો.
કઠિયારે બ્રહ્મહત્યાનો ભય બતાવ્યો. ઇન્દ્ર કહે કે આ મારો શત્રુ હતો. તેને મે માર્યો છે બ્રહ્મહત્યાથી પોતાની શુધ્ધિ માટે હુ ધર્મનું અનુષ્ઠાન કરીશ આ મર્યો હોવા છતાં મને ભય છે. મહેન્દ્રતની ઈચ્છા અનુસાર કઠિયારે ત્રિશિરા ના મસ્તક ના ટુકડા કર્યા તેની ચિંતા દૂર થઈ ગઈ કઠીયાર એ કોઈને આ વાત ન કરી. એક વર્ષ સુધી કોઈને ખબર ન પડી પણ એક વર્ષ બાદ ભગવાન પશપતિના ભૂતગણ એ હલ્લો કર્યો કે આપણા સ્વામી ઇન્દ્ર એ બ્રહ્મ હત્યારા છે . તેથી ઇન્દ્ર એ બ્રહ્મહત્યાથી મુક્તિ માટે કઠિન વ્રત નું આચરણ કર્યુ ત્યારબાદ તે શુધ્ધ થઈને ઇન્દ્ર પદ પર સ્થાપિત થયા. 

જ્યારે ત્વષ્ટા પ્રજાપતિને ખબર પડી કે ઇન્દ્ર એ મારા પુત્રની  હત્યા કરી છે ત્યારે તેઓ કોપાયમાન થયા. ઇન્દ્ર એ મારા પુત્રની વગર કારણે હત્યા કરી છે તેથી તેમને દેવેન્દ્ર ના વિનાશ માટે વૃત્રાસુર ને ઉત્પન્ન કરીશ. મહાતપસ્વી ત્વષ્ટા એ યાચમન કરી અગ્નિમાં આહુતિ આપી ઘોર સ્વરૂપવાળા વૃત્રાસુર ને ઉત્પન્ન કર્યો. વૃત્રાસુર એ અતિ વિશાળકાય ભયાનક લાગતો હતો. વૃત્રાસુર એ આજ્ઞા આપી. ત્વષ્ટા એ ઈન્દ્રને મારવાની આજ્ઞા આપી ત્યારે ઇન્દ્ર અને વૃત્રાસુર વચ્ચે ઘોર યુધ્ધ થયું બહુ લાંબા સમય સુધી ભયાનક સંગ્રામ ચાલ્યો. ઇન્દ્ર એ યુધ્ધ થી વિમુખ થયા. તેથી દેવતાઓ નિરાશ થયા. ઇન્દ્ર તથા દેવતાઓ વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી અને વૃત્રાસુર ના વધ માટે શું કરવું તે ચિંતા વ્યક્ત કરી. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું તમે વૃત્રાસુર સાથે સંધિ કરો ત્યારે જ તમે જીતી શકિશો. મારા તેજ થી ઇન્દ્રની વિજય થશે અને તેના વજ્રમાં હુ પ્રવેશ કરીશ

વિષ્ણુ ભગવાનના આ મુજબના વચન સાંભળીને દેવતાઓ અને  ઋષિગણ વૃત્રાસુર પાસે જાય છે ઋષિઓ એ કહ્યું કે મહાબલી વૃત્રાસુર તમારા અને ઇન્દ્ર ના યુદ્ધ થી પ્રજા પીડિત થાય છે . ઘણા લાંબા સમય યુદ્ધ બાદ પણ તમે ઇન્દ્ર ને ન જીતી શક્યા હવે તમે ઇન્દ્ર સાથે મૈત્રી કરો. ઋષિઓની વાણી સાંભળી વૃત્રાસુર પ્રણામ કરે છે વાર્તાલાપ બાદ વૃત્રાસુર કહે છે હું દેવતાઓ તથા ઇન્દ્ર દ્વારા ન સૂકી વસ્તુથી , ન ભીની વસ્તુથી , ન પત્થરથી , ન લાકડીથી, ન શસ્ત્ર થી, ન અસ્ત્રથી, ન દિવસે કે ન રાતે માર્યો જાઉં આ શરત પર વૃત્રાસુર સંધિ કરવા માટે તૈયાર થયો. ઋષિઓ એ માન્ય રાખ્યું અને ઇન્દ્ર તથા વૃત્રાસુર વચ્ચે સંધિ થઈ 

એક વાર સંધ્યા સમયે સમુદ્ર તટે ઇન્દ્ર એ મહાઅસુરને જુએ છે. ઇન્દ્ર એ ભગવાન વિષ્ણુના વરદાનને યાદ કરે છે . સંધ્યા સમય છે. ન દિવસ ન રાત્રિ આ સમય જોઈને તે ભગવાન વિષ્ણુ નું મનોમન વૃત્રાસુર ના વધ માટે સ્મરણ કર છે તે સમયે સમુદ્ર મા થતાં પર્વતાકાર ફેન પર તેની નજર પડી તેને થયું કે આ ન સૂકું છે કે આદ્ર. અસ્ત્ર કે શસ્ત્ર પણ નહિ આથી ઇન્દ્ર એ વજ્ર ફેન સહિત વૃત્રાસુર ને મારવા તૈયાર કર્યું તે સમયે ભગવાન વિષ્ણુએ ફેનમાં પ્રવેશી વૃત્રાસુર ને નષ્ટ કર્યા .
( સંદર્ભ - મહાભારત ઉદ્યોગપર્વ અંતર્ગત સેનોદ્યોગપર્વ આઘ્યાય નવ દસ)

આમ ત્વષ્ટા પ્રજાપતિ ના પુત્ર પ્રજાપતી વિશ્વરુપની કન્યાઓ સિધ્ધિ અને બુધ્ધિ નામક કન્યાઓ સાથે ગણેશજીના વિવાહ થયા હતા.

સંશોધન & સંકલન - પરમ જોલાપરા (ગજ્જર )
"સાહિત્ય પ્રેમી"




Latest News