હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૫૦ લોકોનું કરાયું સ્થળાંતર, નીચાણવાળા વિસ્તારોમાં પાણી નિકાલની કામગીરી પૂરજોશમાં શરૂ છે, ટીમ સતત તૈનાત : ચીફ ઓફિસર


SHARE













મોરબીમાં ૧૫૦ લોકોનું કરાયું સ્થળાંતર, નીચાણવાળા વિસ્તારોમાં પાણી નિકાલની કામગીરી પૂરજોશમાં શરૂ છે, ટીમ સતત તૈનાત : ચીફ ઓફિસર

 

વરસાદને કારણે લોકોને બિનજરૂરી બહાર ન જવા માટે અપીલ

 

સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે મોરબી જિલ્લામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોમાંથી 150 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમ ચીફ ઓફિસરશ્રી ડોબરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે. બેઠાપૂલ પાસે છુટાછવાયા વસવાટ કરતા ૧૫૦ જેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ૬૦ જેટલા લોકોને બસની વ્યવસ્થા કરીને રેનબસેરામાં ખસેડવામાં આવ્યા છે જ્યાં જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અન્ય ૯૦ લોકોએ પોતાના સંબંધીને ત્યાં જવાની ઈચ્છા વ્યક્ત કરતા તેઓને ફુડ પેકેટ સાથે જ રવાના કર્યા છે. ઉપરાંત નિચાણવાળા વિસ્તારોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. જરૂર પડ્યે અન્ય લોકોને પણ સ્થળાંતરિત કરવામાં આવી શકે છે, તેમ ચીફ ઓફિસરશ્રીએ જણાવ્યું હતું. 

 

 ચીફ ઓફિસરે ઉમેર્યું હતું કે, જે વિસ્તારોમાં પાણી ભરાયાં હતા ત્યાં તાત્કાલિક જેસીબી મોકલીને રાહતની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્રણ ડી વોટરીંગ પંપ, નગરપાલિકાના જેસીબી સહિત ચાર થી પાંચ જેસીબી સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે  શાળાઓમાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે

મોરબી, તા.૨૬ ઓગસ્ટ 

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને કારણે મોરબી જિલ્લામાં આવતીકાલે તા.૨૭/૦૮/૨૦૨૪ના રોજ ભારે વરસાદના કારણેના જિલ્લાની તમામ શાળાઓમાં જાહેર રજા રહેશે, તેમ જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News