મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન હળવદ નજીક નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા 10 પૈકી બે યુવાન ડૂબી જતા શોધખોળ શરૂ કમોસની વરસાદ: મોરબી જિલ્લામાં ધૂળ-કોલસીની ડમરી તેમજ પતરા અને હોર્ડિંગ બોર્ડ ઉડ્યા, ખેડૂતો-અગરિયાઓને મોટું નુકસાન મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો
Breaking news
Morbi Today

નવલખી અને માળીયાના અસરગ્રસ્તોની મદદે મોરબીની જયદીપ એન્ડ કું. પ્રથમ લોટમાં 1500 ફુડ પેકેટ રવાના, પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા મોરબીની મુલાકાતે


SHARE













નવલખી અને માળીયાના અસરગ્રસ્તોની મદદે મોરબીની જયદીપ એન્ડ કું. પ્રથમ લોટમાં 1500 ફુડ પેકેટ રવાના, પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા મોરબીની મુલાકાતે

આજે જયારે હવામાનની આગાહીના પગલે ગુજરાત સાથે મોરબી માળીયા પંથકમા પણ વરસેલા ભારે વરસાદને પગલે મોરબી માળીયા તેમજ નવલખી પંથકમા અનેક ઝૂંપડાવાસીઓ, નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા પરિવારોના આશરા છીનવાય છે, પાણીના ધસમસતા પ્રવાહોમાં જેમની ઘરવખરી તણાઈ કે પલળી ગઈ છે અને લોકો ભુખ્યા રહેવા મજબુર છે તેવામાં આવા લોકોનો સહાય કરવા મોરબી માળીયા પંથકની ખુબ જાણીતી કંપની જયદીપ એન્ડ કું. ( મોરબી વવાણીયા)ના સંચાલકો જયુભા જાડેજા, દિલુભા જાડેજા, અશ્વિંસિંહ જાડેજા તેમજ અનિરુદ્ધ સિંહ જાડેજા આગળ આવ્યા છે આ જાડેજા બંધુઓએ તાબડતોડ ફુડ પકેટ્સ બનાવવા સરૂ કરાવી જોતજોતામાં 1500 ફુડ પકેટ્સનો પ્રથમ લોટ તૈયાર થતાં પોતાના વાહનોમાં ભરી સ્ટાફને નવલખી માળિયાના અસરગ્રસ્તો સુધી પહોંચાડવા રવાના કરવા સાથે દિલુભા જાડેજાએ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છેકે 1998 માં નવલખી પંથકમાં ફુંકાયેલા વાવાઝોડામાં માળીયા નવલખી બંદર સહિત અકલ્પનીય વિનાશ વેરી હજારો ગરીબ પરિવારોને બેઘર કરી દીધા હતા અને તેવા લોકો માટે ઉંચે આભ ને નીચે ધરતી હતા ત્યારે આ જયદીપ કંપનીના સ્થાપક તેમજ હાલના સંચાલકો જાડેજા બંધુઓના પિતાશ્રી ઉદયસિંજી મનુભા જાડેજા ( રામ તારી માયા) પરીવાર દ્વારા વવાણીયા ખાતે "રાહત રસોડું ખોલવામાં આવ્યુ હતુ જેમાં રોજ હજારો લોકો પોતાનો જઠરાગ્નિ ઠારતા હતા. આ રસોડુ સતત એક માસથી પણ વધારે કાર્યરત્ રહ્યુ હતુ. તેમજ સ્વ. ઉદયસિંહભાઇ જાડેજા દ્વારા અન્ય જીવનજરૂરી પાયાની વસ્તુઓ વિતરણ કરવા સાથે બેઘર બનેલા સેંકડો મચ્છીમારી કરતા પરિવારો માટે આવાસ બનાવી આપવામાં પણ સહભાગી થયા હતા.

2001 ના વિનાશકારી ભૂકંપમાં હજારો બેઘર બનેલા લોકો માટે આ પરિવાર, સ્વ. ઉદયસિંહભાઈ દ્વારા ટાટા રીલીફ કમિટી સાથે મળી ઘણા ગામોના પુનર્વસનજેવા ભગીરથ કાર્યો કરવામાં આવ્યા હતા તો 2017 ના માળિયામાં આવેલ ભયંકર પુરમાંથી ઉગારવા આ પરિવારે હુડકા બહારથી મંગાવી અનેક લોકોનો બચાવવામાં મદદરૂપ થયા હતા. સામાજીક અને સેવા કાર્યોમાં હંમેશા ઉલ્લેખનીય યોગદાન આપતો આ પરિવાર ખુબ  જાણીતો છે. અને "મોટાભાઈ" ના હુલામણા નામથી જાણીતા સ્વ.ઉદયસિંભાઈના સેવાકાર્યોને લોકો લોકો આજે પણ યાદ કરે છે. અને મોરબી થી વાંકાનેરના મીટરગેજના પાટાની જગ્યાએ આજે જ્યાં બ્રોડગેજના પાટા પથરાયેલા જોવા મલે છે. તે પણ ઉદયસિંહભાઈના સતત સંઘર્ષનું પરીણામ છે.

ભારે વરસાદ અને સંભવિત સમસ્યાઓની સમીક્ષા કરવા માટે મોરબી જીલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા મોરબીની મુલાકાતે

ઉપરવાસના ભારે વરસાદને લઈને મચ્છુ 1 ઓવરફ્લો, મચ્છુ 2 માં પાણીની અકલ્પનિય આવક અને પાણી છોડતા ગ્રામ્ય વિસ્તારમાં થયેલી તારાજી, શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા પડેલી તકલીફોની સમીક્ષા કરવા

ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને મોરબી જીલ્લાના પ્રભારી મંત્રી, પ્રફુલ્લભાઈ પાનસેરિયા આજે તા. 27-8 મંગળવારના રોજ રાત્રે 9 કલાકે મોરબીની તાકીદની મુલાકાતે આવી રહ્યા છે અને જીલ્લા વહીવટી તંત્ર સાથે મિટિંગ કરશે.તેમ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની યાદી જણાવે છે.




Latest News