ગુજરાતમાં ખેડૂત આંદોલનમાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને યુપી પડશે: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતનું મોરબીમાં એલાn મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ
Breaking news
Morbi Today

ભારે વરસાદના કહેર વચ્ચે માનવતાની મહેર પ્રસરાવતુ મોરબીનું શ્રી જલારામ પ્રાર્થના મંદિર


SHARE







ભારે વરસાદના કહેર વચ્ચે માનવતાની મહેર પ્રસરાવતુ મોરબીનું શ્રી જલારામ પ્રાર્થના મંદિર

 આફત સમયે તંત્રની સુચનાથી શહેરના સ્થળાંતરિતો  માટે ૧૦,૦૦૦ ફુડપેકેટ તૈયાર કરતી મોરબીની સંસ્થા

      વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા હરહંમેશ કુદરતી તેમજ માનવસર્જીત આફત સમયે સવિશેષ સેવા પ્રદાન કરવા માં આવે છે ત્યારે તાજેતર માં મોરબી જીલ્લા માં ભારે વરસાદે કહેર વર્ત્યો છે તે સમયે સંસ્થા દ્વારા સંચાલિત ડો. કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ દ્વારા શહેર ના વિવિધ ઝુંપડપટ્ટી તેમજ દુર્ગમ વિસ્તાર માં ભોજન-પ્રસાદ ની વ્યવસ્થા કરી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવામાં આવી હતી. ત્યારે તંત્ર તરફથી સુચના મળતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સ્થળાંતરિતો માટે ૧૦,૦૦૦ ફુડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે જેમાં ૧૦૦ કીલો ગાંઠીયા વિવેકભાઈ મીરાણી, ૧૦૦૦ ફુડ પેકેટનો સહયોગ શ્રી દરિયાલાલ અન્નક્ષેત્ર હ.અશ્વિનભાઈ કોટક તરફથી તેમજ જયેશભાઈ ટોળિયા તરફથી પ્રાપ્ત થયેલ છે. તે ઉપરાંત જ્યાં સુધી જનજીવન સામાન્ય ન થાય ત્યાં સુધી તંત્ર સાથે રહી સંસ્થા દ્વારા અવિરતપણે ભોજનપ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણીએ જણાવ્યુ છે.આ ભગીરથ સેવા કાર્ય માં ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથના મુખ્ય સહયોગી હીરેનભાઈ દોશી, ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, ભાવીનભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, જયેશભાઈ કંસારા, હીતેશભાઈ જાની, મનોજભાઈ ચંદારાણા, પ્રિતીબેન ચંદારાણા, ગીતાબેન કારીયા, નરશીભાઈ રાઠોડ, અનિલભાઈ ગોવાણી, પપ્પુભાઈ ચંડીભમર, મનોજભાઈ પંડિત, દીનેશભાઈ સોલંકી સહીતના સંસ્થાના અગ્રણીઓ અવિરત સેવા પ્રદાન કરી રહ્યા છે.






Latest News