હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીનો મચ્છુ-૨ ડેમ એક નહીં છ વખત ઓવરફલો થાય તેટલું પાણી માત્ર 60 કલાકમાં મચ્છુ નદીમાં વહી ગયું: વર્ષ ૨૦૧૭ થી પણ વધુ પાણી આ વર્ષે દરિયામાં ગયું !


SHARE













મોરબીનો મચ્છુ- ડેમ એક નહીં છ વખત ઓવરફલો થાય તેટલું પાણી માત્ર 60 કલાકમાં મચ્છુ નદીમાં વહી ગયું: હજુ પાણીનો નિકાલ ચાલુ

મોરબી નજીકનો મહાકાય મચ્છુ - ડેમ મોરબી અને માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન છે કારણ કે દર વર્ષે ચોમાસા દરમ્યાન આ ડેમ ઓવરફ્લો થઈ જાય એટલે પીવાના અને સિંચાઇના પાણી માટેની એક વર્ષની ચિંતા લોકો અને તંત્ર માટે દુર થઈ જતી હોય છે જો કે, ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે મચ્છુ- ડેમમાં ખૂબ મોટા પ્રમાણમા આવક થયેલ હતી જેથી કરીને ડેમના દરવાજા ખોલીને પાણીને નદીમાં છોડવામાં આવ્યું હતું અને હજુ પણ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના લીધે ડેમમાં પાણીની આવક ચાલુ હોવાથી ડેમના 6 દરવાજા ખુલ્લા રાખીને પાણી છોડવામાં આવી રહ્યુ છે. જો કે, છેલ્લા 60 કલાકમાં મચ્છુ-૨ ડેમમાંથી આ ડેમ એક નહીં પણ છ વખત ઓવરફ્લો થઈ જાય તેટલું એટ્લે કે ૧૮,૧૨૫ એમસીએફટી પાણી નદીમાં છોડી દેવામાં આવેલ છે.

વર્ષ ૧૯૭૯માં મચ્છુ જળ હોનારતની ઘટના બની હતી ત્યારે મચ્છુ - ડેમ તૂટી ગયો હતો જોકે ત્યારબાદ તેનું ફરીથી પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતુ અને વર્ષ ૧૯૯૦થી આ ડેમને પૂનઃ ભરવાની શરૂઆત કરવામાં આવી છે અને ત્યારથી લઈને આજ સુધીમાં આ મચ્છુ - ડેમ કુલ મળીને અંદાજે ૨૦ વખત ઓવરફલો થઇ ચૂક્યો છે ચાલુ વર્ષે ગત ૨૬ તારીખના રોજ પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ - ડેમની અંદર પાણીની વિપુલ પ્રમાણમાં આવક શરૂ થઇ હતી માટે ૨૬ મી તારીખે રાત્રે આઠ વાગ્યે આ ડેમના દરવાજા ખોલવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને નીચેના વિસ્તારમાં કોઈ નુકશાન ન થાય તે રીતે દરવાજા ખોલવામાં આવ્યા હતા અને વધુમાં વધુ ૩૨ દરવાજાઓને આ વર્ષે ખોલવામા આવ્યા હતા. જો કે, આજની તારીખે ડેમના ૩ દરવાજા ૭ ફૂટ અને ૩ દરવાજા ૮ ફૂટ ખુલ્લા રાખીને ડેમમાંથી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે

જો સિચાઈ વિભાગના મચ્છુ ડેમના અધિકારી સાથે વાત કરતા તેમને જણાવ્યુ હતું કેમચ્છુ  ડેમની જળ સપાટીની વાત કરીએ તો ૩૩ ફૂટની ઊંચાઈ ધરાવતા આ ડેમ ની અંદર ૩૧૦૪ એમસીએફટી પાણીને સમાવી શકાય તેવી ક્ષમતા છે. જે ૧૦૦ ટકા ભરેલ છે અને ચાલુ વર્ષે આ ડેમ છેલ્લા લગભગ ચારેક દિવસથી ડેમ ઓવરફ્લો થઇ રહ્યો છે જેથી અત્યાર સુધીમાં ૧૮૧૨૫ એમસીએફટીથી વધુ પાણી મચ્છુ નદીમાં છોડી દેવામાં આવેલ છે. જે નદી મારફતે દરિયામાં વહી ગયું છે અત્રે ઉલ્લેખનીય છે કે, પાણીના સ્ટોરેજ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી મહામુલી પાણી વેડફાઇ જાય છે તે હક્કિત છે

વધુમાં મળી રહેલા માહિતી મુજબ વર્ષ ૨૦૧૭ માં ભારે વરસાદ હતો ત્યારે મચ્છુ-  ડેમના તમામ ૩૮ દરવાજા ખોલીને ડેમની સલામતી માટે વધારાના પાણીનો તાત્કાલિક નિકાલ નદીમાં કરવામાં આવ્યા હતો જો કે, ચાલુ વર્ષે ભારે વરસાદ હતો જેથી કરીને અત્યાર સુધીમાં સૌથી વધુ ૩૨ દરવાજા ખોલવામાં આવ્યા હતા. અને સલામત રીતે પાણી ડેમમાંથી કાઢવામાં આવ્યુ હતુ અને આ ડેમમાંથી જ્યારે પણ પાણી છોડવામાં આવે તે પહેલા નિચેના ૩૨ ગામના લોકોને એલર્ટ કરી દેવામાં આવે છે જેથી કરીને જાન માલને કોઇ પણ પ્રકારના નુકશાન વગર મચ્છુ નદી મારફતે પાણી દરીયામાં વહી જાય છે.

વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મચ્છુ- ડેમ મારફતે મોરબી અને માળિયા તાલુકાના ૧૧૬ ગામ તેમજ મોરબી શહેર અને માળિયા શહેરને પીવા માટેના પાણીની વ્યવસ્થા પુરી પાડવામાં આવતી હોય છે આ ઉપરાંત ૧૪ જેટલા ગામના ખેડૂતોને સિંચાઈ માટે મોરબીના મચ્છુ  ડેમમાંથી પાણી સપ્લાય કરવામાં આવતું હોય છે. હાલમાં મચ્છુ ડેમ છલોછલ ભરાઈ ગયો હોવાથી લોકોને પીવા માટેની તેમજ સિંચાઈ માટેના પાણીની ચિંતા ઉપર પૂર્ણવિરામ મુકાઇ ગયો છે. જો કે, ૩૧૦૪ એમસીએફટી જળ સંગ્રહની ક્ષમતા ધરાવતા મચ્છુ-૨ ડેમમાંથી અત્યાર સુધીમાં ૧૮૧૨૫ એમસીએફટીથી વધુ પાણી મચ્છુ નદીમાં છોડી દેવામાં આવેલ છે જેથી કરીને મોરબીનો આ મહાકાય ડેમ એક નહીં પરંતુ છ વખત ઓવરફલો થાય તેટલું પાણી આ વર્ષે દરિયામાં વહી ગયું છે.

વર્ષ ૨૦૧૭ કરતાં પણ વધુ પાણી આ વર્ષે દરિયામાં ગયું !

મોરબીના સિંચાઇ વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ વર્ષ ૨૦૧૭ માં ભારે વરસાદ થયો હતો અને મચ્છુ-૨ ડેમના ૩૮ દરવાજા ખોલીને પાણીને નદીમાં છોડવામાં આવ્યું હતું ત્યારે ૧૦,૦૦૦ એમસીએફટીથી વધુ પાણી નદીમાં વહી ગયું હતું જોકે, ચાલુ વર્ષે આજ દિવસ સુધીમાં ડેમમાં ૧૮,૧૨૫ એમસીએફટી પાણી વહી ગયું છે અને હજુ પણ પણ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. એટ્લે કે વર્ષ ૨૦૧૭ માં જેટલું પાણી દરિયામાં ગયું હતું તેનાથી પણ વધુ પાણી આ વર્ષે મચ્છુ-૨ ડેમમાંથી છોડવામાં આવેલ છે.






Latest News