હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આરએસએસ, માટેલ મંદિર, GNRF અને લાયન્સ ક્લબ દ્વારા લોકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું


SHARE













મોરબી જીલ્લામાં આરએસએસ, માટેલ મંદિર, GNRF અને લાયન્સ ક્લબ દ્વારા લોકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું

વાંકાનેર તાલુકાનાં માટેલ મંદિર દ્વારા પૂરગ્રસ્તો માટે કલેટરની સૂચના અનુસાર 2000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. અને આ તમામ ફૂડ પેકેટ કલેક્ટર તંત્રને પહોંચતા કરવામાં આવ્યા હતા તેવું વિશાલભાઈ દુધરેજીયાએ યાદીમા જણાવેલ છે. તો મોરબીના માતૃ શ્રી વિરબાઈ માઁ માનવ સેવા તથા ગૌ સેવા ગ્રુપ દ્વારા અલ્પાબેન કક્કડ અને ગ્રુપના મેમ્બર જયશ્રીબેન વાઘેલા દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં લાડવા-ગાંઠિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં કોઈએ કંઈ પણ સહયોગ આપવો હોય તો અલ્પાબેન કક્કડ (90231 04446) નો કોન્ટેક્ટ કરવો તેમ યાદીમાં જણાવાયું છે.

મોરબી તાલુકાના છેવટના અસરગ્રસ્ત ગામ ચીખલી, સુલતાનપુર, માણાબા, ખીરઈ, સદુરકા જેવા અન્ય ગામો જે સંપર્ક વિહોણા છે એવા ગામમાં અને ભારેથી  અતિભારે વરસાદને કારણે હાઇવે બંધ કર્યો હતો ત્યારે હાઇવેમાં ફસાયેલ ટ્રાન્સપોર્ટ ટ્રક શ્રમયોગી માટે મોરબી તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ  દ્વારા સેવાકીય કાર્યમાં 800 થી વધારે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આવી જ રીતે લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના ખેત મજૂરો અને બાળકોને ગરમાં ગરમ નાસ્તો કરાવવામાં આવ્યો હતો જેમાં લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કરછના પાસ્ટ ફર્સ્ટ વાઈશ ડિસટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા, પ્રમુખ કેશુભાઈ દેત્રોજા, મંત્રી ટી.સી. ફૂલતરીયા, ખજાનચી મણીલાલ કાવર તેમજ દરેક લાયન્સ મેમ્બરે હાજર રહ્યા હતા

મોરબી જિલ્લાના માળીયા તથા આજુબાજુના ગામડાઓમાં  ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાનું કારણ બન્યું છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં ઘેરાયેલા છે. દાવતે ઈસ્લામી ઈન્ડિયાના સબ ડિપાર્ટમેન્ટ ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન (GNRF) દ્વારા તરત જ રાહતના પગલાં લેવામાં આવ્યા છે. અને જરૂરતમંદ લોકો સુધી તાત્કાલિક મદદ માટે GNRF ની ટીમે માળીયા તથા આજુબાજુના ગામડાઓમાં પહોચી હતી અને ત્યાં ફસાયેલા લોકોને ભોજન આપવામાં આવ્યું હતું આ કામગીરીમાં GNRFના વોલન્ટિયર્સનો મહત્વનો ફાળો રહ્યો છે.






Latest News