ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના હળવદમાં કેનાલમાં ન્હાવા ગયેલા આધેડનું ડૂબી જવાથી મોત


SHARE







મોરબીના હળવદમાં કેનાલમાં ન્હાવા ગયેલા આધેડનું ડૂબી જવાથી મોત

મોરબી જિલ્લાના હળવદમાં સીટી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ન્હાવા માટે ગયેલા આધેડનો પગથિયા ઉપરથી પગ લપસી જતા કેનાલમાં પડીને ડૂબી જવાથી આધેડનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

હળવદ પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હળવદના શંકરપરા વિસ્તારમાં રહેતા સલીમભાઈ ઉસ્માનભાઈ લોલાડીયા જાતે મુસ્લિમ નામના પચાસ વર્ષીય આધાડ ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યે હરીદર્શન હોટલ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ન્હાવા માટે ગયા હતા તે દરમિયાનમાં નર્મદા કેનાલના પગથિયાં ઊતરતા સમયે પગ લપસી ગયો હતો અને તેઓ નર્મદાની કેનાલમાં પડી ગયા હતા અને પાણીમાં ડૂબી જવાથી સલીમભાઈ લોલાડીયાનું મોત નીપજયું હતું.બનાવને પગલે મૃતદેહને પીએમ માટે ખસેડયો હતો અને હળવદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એમ.એન.બાલાસરાએ આગળની તપાસ હાથ ધરી છે.

અકસ્માત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે ડમ્પર ચાલકે રોંગ સાઈડમાં પોતાનું ડમ્પર નંબર જીજે ૧૨ બીએફ ૯૫૪૪ ચલાવીને ફૂલ સ્પીડમાં આવીને સામેથી આવી રહેલ ટેન્કર નંબર જીજે ૧૨ બી ડબલ્યુ ૭૭૯૧ સાથે ભટકાતા અકસ્માતે વાહનમાં આગ લાગી ગઈ હતી જેથી કરીને આગ લાગતા વાહન સંપૂર્ણ બળીને ખાખ થઇ જતાં તેમાં નુકસાન થયેલ છે અને ડમ્પર ચાલક પોતાનું વાહન મૂકીને નાશી ગયેલ છે માટે ટેન્કરના ચાલક રોહિતભાઈ ધનજીભાઈ આગરીયા જાતે આહીર (ઉમર વર્ષ ૨૫) રહે, અંતરજાળ તાલુકો ગાંધીધામ વાળાએ ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરે છે

 






Latest News