મોરબીના હળવદમાં કેનાલમાં ન્હાવા ગયેલા આધેડનું ડૂબી જવાથી મોત
મોરબીના સિરામિક એક્સપોર્ટમાં ત્રણ માહિનામાં ૩૦૦ કરોડથી વધુનું ગાબડું, ગુજરાત ગેસ કંપની સામે ભારોભાર આક્રોશ: મુકેશભાઇ કુંડારિયા
SHARE
મોરબીના સિરામિક એક્સપોર્ટમાં ત્રણ માહિનામાં ૩૦૦ કરોડથી વધુનું ગાબડું, ગુજરાત ગેસ કંપની સામે ભારોભાર આક્રોશ: મુકેશભાઇ કુંડારિયા
મોરબી સહિત દેશમાં લાખો લોકોને રોજગારી આપતો અને સરકારમાં કરોડો રૂપિયાનો ટેક્સ આપતો મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલમાં મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ગેસ કંપની દ્વારા જે રીતે ગેસના ભાવમાં સતત વધારો કરવામાં આવ્યો છે તે જોતાં ગુજરાત ગેસ કંપનીની મોનોપોલીના કારણે ઉદ્યોગકારોને સહન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અને હાલમાં ગુજરાત ગેસ કંપનીની નીતિરીતિને લઈને ઉદ્યોગકારોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે કેમ કે, સતત ટૂંકા ગાળાની અંદર બીજો વધારો કરવામાં આવ્યો છે જેથી કરીને ઉધોગના વળતા પાણી છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી
દુનિયામાં આજે ચાઈનાની અંદર નેચરલ ગેસ ૧૫ રૂપિયાના ભાવથી આપવામાં આવે છે ત્યારે મોરબીની અંદર આજની તારીખે ટેક્સ સાથે ૬૨.૫૩ રૂપિયાના ભાવથી કરાર આધારિત ગેસ સપ્લાય કરવામાં આવે છે જેથી કરીને આ પરિસ્થિતિની વચ્ચે મોરબીના ઉદ્યોગકારો ચાઈનાની સામે ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકી શકે તેમ નથી તેવું મોરબી સિરામિક વિટ્રીફાઇડ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયાએ જણાવ્યુ છે અને વધુમાં માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, મોરબીની આસપાસમાં સિરામિકના લગભગ ૮૦૦ કરતા નાનામોટા કારખાના આવેલા છે જેમાં લાખો લોકોને રોજગારી મળે છે અને આ કારખાનાની અંદર બનતી સિરામિક પ્રોડક્ટને દેશમાં અને વિદેશમાં જુદા જુદા વિસ્તારમાં સપ્લાય કરવામાં આવે છે જેથી કરીને સરકારને પણ કરોડો રૂપિયાનો ટેક્સ મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા આપવામાં આવે છે તેમ છતાં પણ આ ઉદ્યોગને સરકાર તરફથી કોઈપણ પ્રકારની હૂંફ મળતી નથી તેવું હાલમાં લાગી રહ્યું છે
ગુજરાત ગેસ કંપની દ્વારા થોડા દિવસો પહેલા ભાવમાં ૧૦.૧૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જેને હજી ગ્રાહકોમાં ઉદ્યોગકારો પાસઓન કરી શક્યા નથી ત્યાં ગુજરાત ગેસ કંપની દ્વારા ૧લી નવેમ્બરથી વધુ ૧૧.૬૬ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવેલ છે જેથી કરીને આ ઉદ્યોગ ટકી શકે તેમ નથી મુકેશભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું કે ગુજરાત ગેસ કંપની સાથે છેલ્લા ૨૦ દિવસથી ગેસના ભાવ વધારાને લઇને ચર્ચાઓ કરવામાં આવી હતી. જોકે ભાવવધારો આવશે તે બાબતે તેમણે વાત કરી હતી પરંતુ કેટલો ભાવ વધારે આવશે તેના અંગેની કોઈ સ્પષ્ટતા કરી ન હતી અને છેલ્લા દિવસોમાં ઇન્ટરનેશનલ અને લોકલ માર્કેટમાંથી જે ઓર્ડર લેવામાં આવ્યા હોય તેમાં હાલમાં ભાવને લઇને બહુ મોટી માથાકૂટ થાય છે જેથી કરીને જો ગેસ કંપની દ્વારા અગાઉથી જ ભાવ વધારા અંગેની જાણ કરવામાં આવતી હોય તો તે મુજબ ગ્રાહકો પાસેથી ઓર્ડર લઈને ઉદ્યોગકારો કામ કરી શકે છે
જો કે, છેલ્લી ઘડીએ જે રીતે ગુજરાત ગેસ કંપની દ્વારા ભાવ વધારાની જાહેરાત કરવામાં આવે છે અને ઉદ્યોગકારોને ઈમેલ કરીને ભાવ વધારાની જાણ થતી હોય છે તે નીતિરીતિ સામે તેઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને મોરબીના ઉદ્યોગકારોમાં પણ રોષની લાગણી છે આજની તારીખે મોરબીની આસપાસમા ભારતનો સૌથી મોટો સિરામિક ઉદ્યોગ આવેલ છે તેવી જ રીતે ચાઇનામાં પણ સિરામિક ઉદ્યોગ છે જો કે ચાઇનાની સરકાર દ્વારા સિરામિક ઉદ્યોગને માત્ર પંદર રૂપિયાના ભાવથી નેચરલ ગેસ સપ્લાય કરવામાં આવે ત્યારે અહીના ઉદ્યોગકારોને સરકાર દ્વારા ગુજરાત ગેસ કંપની મારફતે આજની તારીખે ૬૨.૫૩ રૂપિયાના ભાવથી કરાર આધારીત ગેસ આપવામાં આવે છે આ પરિસ્થિતિની વચ્ચે મોરબીનો સિરામિક ઉદ્યોગ ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકી શકે તેમ નથી
વધુમાં તેમણે એવું પણ કહ્યું હતું કે સતત ગેસના ભાવ વધારાના કારણે સિરામિક ઉધોગના વળતા પાણી હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે જોકે સરકાર દ્વારા આમાં કોઈ હુફ આપવામાં આવે તેવી તેમણે લાગણી વ્યક્ત કરે છે અત્રે ઉએલેખનીય છે કે, જુલાઈ મહિનાની અંદર મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા ૧૧૦૦ કરોડ, ઓગસ્ટમાં ૧૦૦૦ કરોડ અને સપ્ટેમ્બરમાં ૮૦૦ કરોડનું એક્સપોટ કરેલ છે આમ છેલ્લા ત્રણ મહિનાની જ વાત કરીએ તો મોરબીના સિરામિક ઉદ્યોગકારોનું એક્સપોર્ટ સતત ઘટી રહ્યું છે જેથી કરીને ઇન્ટરનેશનલ માર્કેટ હાલના ગેસના ભાવ વધારાના લીધે તૂટી રહ્યું છે આ પરિસ્થિતિની વચ્ચે મોરબીની અંદર જે ગુજરાત ગેસ કંપની દ્વારા પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરવામાં આવે છે તે પાઇપ લાઇનમાં પીએનજીઆર દ્વારા વેકલ્પિક ગેસ નાખવા માટે તેને છૂટ આપવામાં આવે તો ગેસ કંપનીઓ વચ્ચે હરીફાઈ થાય અને મોરબીના ઉદ્યોગકારોને સસ્તો ગેસ મળે તેવી શક્યતા છે જોકે આમાં પણ ગુજરાત ગેસ કંપનીની દાદાગીરીના કારણે અન્ય કોઈ ગેસ કંપનીને ગેસ નાખવા માટેની છૂટ આપવામાં આવતી નથી જેથી કરીને સિરામિક ઉદ્યોગકારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે